________________
૬૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --
-
14
“અંધતા’ અને ‘ઉન્માર્ગ” એ બેને વિરોધ નથી પણ ગાઢ મૈત્રી છે; એટલે અંધતાના ઉપાસક આત્માઓ ઉન્માર્ગે જાય એ સહજ છે. અવિવેક એ મિથ્યાત્વ આદિ જે જે આત્માના અનાદિ સિદ્ધ શત્રુઓ છે, તેને શત્રુ તરીકે નહિ માનવા દેતાં મિત્ર તરીકે મનાવે છે; એ જ કારણે આત્મા, એ શત્રુઓને મિત્ર માની તેઓનો દોરવ્યો દોરાય છે અને આ અનાદિ-અનંત સંસારરૂપ અટવીમાં આથડે છે. મિથ્યાદષ્ટિ આત્માઓની દુર્દશા :
આત્માના અનાદિસિદ્ધ શત્રુઓમાં, મિથ્યાત્વ એ કારમો અંધકાર છે. એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાદેય, નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય તથા નથી જાણી શકતો કરણીય કે અકરણીય અને નથી જાણી શકતો સુદેવ કે કુદેવ, નથી જાણી શકતો સુગર કે કગર, નથી જાણી શકતો સુધર્મ કે કુધર્મ ! એ જ કારણે એ કારમાં અંધકારરૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
“મિથ્યાત્ત્વિના નિતાન્ત, तत्त्वातत्त्वं जानते नैव जीवाः । किं जात्यन्धाः कुत्रचिवस्तुजाते,
रम्यारम्यव्यक्तिमासादयेयुः ? ।।१॥" “એકતે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો, તત્ત્વને અને અતત્ત્વને જાણતા જ નથી; કારણ કે જાલંધ આત્માઓ શું કોઈ પણ વસ્તુના સમુદાયમાં “આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે એવા વિવેકને પામી શકે છે ? અર્થાતુ નથી જ પામી શકતા; એ રીતે મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્તાતત્વનો વિવેક નથી કરી
શકતા.” મિથ્યાત્વની અચિકિત્સ્યતા :
આ જ હેતુથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાત્વને પરમ રોગ તરીકે, પરમ અંધકાર તરીકે, પરમ શત્રુ તરીકે અને પરમ વિષ તરીકે ઓળખાવીને, એની અચિકિત્સ્ય દશાનું વર્ણન કરતાં શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org