________________
૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર
-
99
“મિથ્યાત્વ પરમો રોજો, મિથ્યાત્વ પરમ તમઃ । મિથ્યાત્વે પરમ: શત્રુ-મિથ્યાત્વે પરમ વિષમ્ ।।।।" “નબચેત્ર દુ:પ્લાય, રોશો ક્વાન્ત રિપુવિષમ્ । अपि जन्मसहस्रेषु, मिध्यात्वमचिकित्सितम् ।।२।।”
“મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે; રોગ, અંધકાર, શત્રુ અને વિષ, એ તો માત્ર એક જન્મમાં દુઃખને માટે થાય છે, પણ જેની ચિકિત્સા કરાઈ નથી (અર્થાત્ કે જે યોગ્ય ઉપાય દ્વારા દૂર કરાયું નથી) એવું મિથ્યાત્વ તો હજારો જન્મમાં દુઃખનું કારણ બને છે, એટલે એનો વિપાક આત્માને હજારો ભવો સુધી ભોગવવો પડે છે.”
Jain Education International
આ ઉ૫૨થી સમજી શકાશે કે શરીરમાં ઉત્પન્ન થતો રોગ, દૃષ્ટિમાં આવતો અંધકાર, સામે દેખાતો શત્રુ અને આપણે જોઈ શકીએ છીએ તે વિષ, જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ છે; કારણ કે જો રોગાદિ દુઃખ આપે તો માત્ર એક જ ભવમાં આપી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતે કારમી નિર્દયતાપૂર્વક રિબાવી શકે છે.
મિથ્યાત્વનું સ્વરૂપ :
આ કારમા શત્રુનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે -
“અરેરે તેવધુદ્ધિર્વા, ગુરુધીરપુરો ચ યા।
अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् । । १ ।।" “મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યક્ત્વથી વિપરીત છે, એટલે સમ્યક્ત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરુમાં ગુરુબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે છે, તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિને ઉત્પન્ન કરાવે છે; એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવવાનું સામર્થ્ય છે, તેમ દેવમાં અદેવબુદ્ધિ કરાવવાનું, ગુરુમાં અગુરુપણાની બુદ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે.”
૬૧
For Private & Personal Use Only
www.jainelibrary.org