________________
૯૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --— 1480
મિથ્યાદર્શનનો મહિમા :
આ જ વસ્તુને “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા' નામની મહાકથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિવર “મિથ્યાદર્શનનો મહિમા” તરીકે ઘણા જ વિસ્તારથી વર્ણવે છે
અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી રોગમયતા, અંધકારમયતા, શત્રુતા અને વિષમયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે.
મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે પ્રથમ તો ‘મિથ્યાદર્શન' નામનો મોહારાજાનો મહત્તમ શું કરે છે, એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતાં એ પરમોપકારી કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે -
"अदेवे देवसङ्कल्प-मधर्मे धर्ममानिताम् ।
अतत्त्वे तत्त्वबुद्धि च, विधत्ते सुपरिस्फुटम् ।।१।। "अपात्रे पात्रतारोप-मगुणेषु गुणग्रहम् ।
संसारहेतौ निर्वाण-हेतुभावं करोत्ययम् ।।२।।" આ “મિથ્યાદર્શન' નામનો મોહરાજાનો મહત્તમ, અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મની માન્યતાને પેદા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને કરે છે.”
અર્થાત્ - મિથ્યાદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાને અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા થઈ જાય છે; અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અને તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિને ધરતા થઈ જાય છે; એટલું જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુભાવનો સ્વીકાર કરતા થઈ જાય છે. કુદેવને મહાદેવ મનાવવાનું અને મહાદેવને છુપાવવાનું સામર્થ્યઃ
મિથ્યાદર્શનના આ કારમા સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આપ્યા પછી, એના સ્વરૂપનો વિશેષ, પ્રકારે ખ્યાલ આપવા એ મિથ્યાદર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતાં કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org