________________
૫ : મિથ્યાત્વનો ઘોર અંધકાર :
• બે પ્રકારની અંધતા :
• મિથ્યાદર્શનનો મહિમા : • અંધતા અને ઉન્માર્ગના યોગ : • કુદેવને મહાદેવ મનાવવાનું અને મહાદેવોને • મિથ્યાદૃષ્ટિ આત્માઓની દુર્દશા : છુપાવવાનું સામર્થ્ય : મિથ્યાત્વની અચિકિત્સ્યતા :
• અધર્મને ધર્મ મનાવવાનું અને • મિથ્યાત્વનું સ્વરૂપ :
સદ્ધર્મનું આચ્છાદિત કરવાનું સામર્થ્ય : વિષય : મિથ્યાત્વનું સ્વરૂપ - ઉપમિતિ તેમજ યોગશાસ્ત્રના આધારે
મિથ્યાત્વની વિચારણા. વિષમ કર્મના ફળરૂપે સંસારી જીવો પૈકી મોટો ભાગ ચક્ષુના અભાવરૂપ કે સવિવેકના અભાવરૂપ અંધત્વને ભોગવે છે. એ અંધકાર પણ દ્રવ્ય-ભાવ ભેદે બે પ્રકારનો છે. નરકાદિ દુર્ગતિઓમાં દ્રવ્યાંધકાર છે અને મિથ્યાત્વ એ ભાવાંધકાર છે. એમાંય અંધતા અને ઉન્માર્ગની મિત્રતા હોઈ અંધકારના ઉપાસકો ઉન્માર્ગે અટવાઈ જાય છે. એ મિથ્યાત્વ કેવું ભયંકર છે ? એને વિવિધ ઉપમાનો દ્વારા શ્રી યોગશાસ્ત્ર અને શ્રી ઉપમિતિ ભવપ્રપંચો કથાના ટંકશાળી શ્લોકોના આધારે પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ આ પ્રવચનમાં રજૂ કર્યું છે. મિથ્યાત્વનું સ્વરૂપ, એની અચિકિત્સ્યતા, અધર્મને જ ધર્મ મનાવવાની અને સદ્ધર્મને દબાવી દેવાની એની તાકાત કેવી છે ? વગેરે બાબતો ‘મહાદેવ'ની વ્યાખ્યાપૂર્વક સુંદર રીતે પ્રસ્તુત પ્રવચનમાં વર્ણવાઈ છે. આ અંગેની વિચારણા આગળના પ્રવચનોમાં પણ આગળ વધે છે.
સુવાક્યાતૃત • વિવેકના સદ્ભાવ વિનાના અથવા તો વિવેક મહાપુરુષના સહવાસ વિનાના આત્મા એ અંધ જ છે. • ‘અંધતા” અને “ઉન્માર્ગ' એ બેને વિરોધ નથી, પણ ગાઢ મૈત્રી છે, એટલે અંધતાના ઉપાસક
આત્માઓ ઉન્માર્ગે જાય એ સહજ છે. • મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ તત્ત્વાતત્ત્વનો વિવેક નથી કરી શકતા.
રોગાદિ દુઃખ આવે તો માત્ર એક જ ભવમાં આવી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાળ સુધી સારામાં સારી રીતે કારમી નિર્દયતાપૂર્વક રિબાવી શકે છે. મિથ્યાદર્શનનો મહિમા કલ્યાણના અર્થી આત્માઓ માટે ઘણો જ કારમો છે. સર્વ પ્રકારે તજવા યોગ્ય આત્માઓની ઉપાસનામાં પંડિત ગણાતા આત્માઓ પણ મૂંઝાય એ
પ્રતાપ મિથ્યાદર્શન સિવાય અન્ય કોઈનો જ નથી. • કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્ધ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org