________________
૨ : પાપી પણ પાવન થઈ શકે 98
એવી વસ્તુઓ કામની જ નથી. એ માટે તો આત્માના સ્વાભાવિક ગુણોની જ જરૂર છે અને તે વિના દીક્ષા લેવાનું કે પાળવાનું બની શકતું જ નથી. ઉપસંહાર :
1475
કઠિયારા મુનિ માટે ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ વિહારની તૈયારી કરી અને એ વખતે શ્રી અભયકુમાર આવી પહોંચ્યા. એમણે વિહા૨ની તૈયારી જોઈ અને પૂછ્યું કે ‘ભગવન્ ! કેમ અચાનક વિહાર ?’ ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ વાત જણાવી. શ્રી અભયકુમારે પણ એ દિવસ રહેવાની વિનંતિ કરી. શ્રી અભયકુમારે યોગ્ય ઉપાય દ્વારા આખી રાજગૃહીને ચકિત કરી નાંખી, દીક્ષાનો મર્મ સમજાવ્યો અને નિંદકને પણ વાંદતા બનાવ્યા પણ એમ ન જ કહ્યું કે આવાને કેમ દીક્ષા આપી ? આ ઉપરથી વિચારો કે ધર્મી આગેવાનની ફરજ કઈ ? અને ધર્મીઓ ઠરાવ કરે તો પણ કેવા કરે ? પણ આ વસ્તુ કર્મજન્ય અવિવેકરૂપ અંધતા ટળ્યા વિના બનવી શક્ય નથી. અવિવેક ટળ્યા વિના આત્મા મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડવાથી બચી શકે નહિ અને એનું જ આજે સામ્રાજ્ય છે. આ બધાથી બચવા એ સામ્રાજ્યના સકંજામાંથી છટકવું જોઈએ માટે અવિવેકનું સ્વરૂપ સમજી મિથ્યાત્વાદિરૂપ અંધકારથી બચવા માટે પ્રયત્નશીલ થવાની જરૂર છે. અવિવેક કેવી ભયંકર વસ્તુ છે એ આપણે જોઈ ગયા છીએ અને મિથ્યાત્વ આદિ શું છે અને એના યોગે આત્માની કેવી હાલત થાય છે એ વગેરે હવે પછી -
Jain Education International
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org