________________
૫૭ –
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
- 17
થાય આઠ શિષ્યવાળા ગુરુને પણ જો એનામાં સાધુતા ન હોય, તો આ શાસનમાં સ્થાન નથી અને વગર શિષ્ય પણ જો આત્મા સાધુપણાના પરિણામવાળો હોય તો સહેલાઈથી મુક્તિ મળે છે.
શ્રી જૈનશાસનમાં ગણધર કોણ થાય ? એ ખાસ સમજો. ભગવાન શ્રી મહાવીરદેવના ગણધર કેટલા ? અગિયાર. આખી અવસર્પિણીમાં ચોવીસે તીર્થપતિના ગણધર ચૌદસો બાવન. અનેક શ્રુતકેવલી ભગવાનો અને અન્ય પ્રભાવક આદિ સૂરિપુરંદરો પણ ગણધર નથી કહેવાયા. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા પણ ગણધર નથી કહેવાયા. જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરિજી મહારાજા પાસે બે હજાર સાધુ હતા, પણ ગણધર નથી કહેવાયા. એ પ્રભાવક સૂરિપુરંદરની પાસે અનેક ઉપાધ્યાયો હતા અને અનેક પંન્યાસો હતા છતાં પણ એ ગણધર નથી કહેવાયા. માટે સમજો કે ગણધર કોણ કહેવાય ? “ઉપઈ વા, વિગમેઇ વા અને ધુવેઈ વા' એ ત્રિપદી ઉપરથી દ્વાદશાંગી બનાવવાની તાકાતવાળા જ ગણધર થઈ શકે અને એ તારકો ખુદ તીર્થંકરદેવના હસ્તે જ દીક્ષિત થયેલા હોય. એ કારણે એક સો આઠ શિષ્યથી ગણધરપદ મળે એ કોરી ગપ જ છે. અમારી પાસે ભભૂતિ છે?
બીજી વાત છે ભભૂતિની અને તે પણ એવી જ એક ઉપજાવી કાઢેલી ગપ છે. એ કહેવાતી ભભૂતિ દ્વારા માનો કે આજે કોઈને ભોળવ્યો, પણ પછી શું? સાધુપણું તો લેનારને જ પાળવાનું છે ને ? એ ભભૂતિથી કેમ જ પળે ? ભભૂતિની વાતો અજ્ઞાનો કરે એ તો ઠીક, પણ ભણેલાય કરે છે, પણ એમાં આશ્ચર્ય કશું જ નથી, કારણ કે એ મિથ્યાજ્ઞાનનો ઉન્માદ છે. બીજું જો જેવી કહેવાય છે તેવી ભભૂતિ હોત તો આજના વિરોધનો નાશ કરવામાં જ એનો ઉપયોગ કેમ ન કરીએ ? વિરોધીઓ ઉપર જ એનો ઉપયોગ કરી એવાઓને જ શા માટે શાંત ન બનાવી દઈએ ? આજે એવા અનેક દીક્ષાના અર્થીઓ છે કે જેઓ હદયના ઉલ્લાસપૂર્વક એમ કહેવા આવે છે કે “અમને દીક્ષા ગમે છે પણ હજી જેવો જોઈએ તેવો વૈરાગ્ય આવતો નથી માટે કાંઈ હોય તો નાખો કે જેથી અમારો ઉદ્ધાર થાય.” પણ હોય તો ને ? વળી એવી અનેકને સંસારમાંથી ઉદ્ધારનારી વસ્તુ હોય તો હરકત પણ શી ? પણ આત્માના ઉદ્ધાર માટે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org