________________
147s –
– ૪: પાપી પણ પાવન થઈ શકે - 98 -
--
પપ
વ્રતોના પાલનમાં ધીર હોય, તો એને પણ મહાવ્રતી બનાવવાની વિધિ આ શાસનમાં છે. એવાને પણ જગપૂજ્ય બનાવવાની તાકાત આ શાસનની છે. ગઈકાલના રંકને પણ સાધુ થવાથી ચક્રવર્તીઓએ પૂજ્યા છે. એવાને પણ “તું. કંગાલ હતો માટે સાધુ થઈ શકે નહિ અને થયો તો પણ પૂજ્ય નથી' એવું ચક્રવર્તીઓએ પણ નથી કહ્યું.
કઠિયારાએ દીક્ષા લીધી અને લોકોએ નિંદા કરવા માંડી, એટલે શ્રી સુધર્માસ્વામીજી પાસે આવીને સાધુ કઠિયારે કહ્યું કે “આ નગરમાં મારાથી સંયમ પળાશે નહિ.” ભગવાન શ્રી સુધર્માસ્વામીજી તો ગણધરદેવ હતા ને ? એ તારકે પણ એમ નથી કહ્યું કે “સહન કર !” પણ તરત જ વિહાર કરવાનું કર્યું છે. ઉપસર્ગ સહન થાય તો કરવા નહિ તો એનાથી આઘા જવું એ વિધિ છે, પણ એની ખાતર ચારિત્ર છોડવાની વિધિ નથી. સુધર્માસ્વામીજી ઉપર તો શિષ્યલોભનો આક્ષેપ નથી કરવો ને ? સભા : શિષ્યલોભ પ્રશસ્ત કે અપ્રશસ્ત ?
સંસારથી પાર ઉતારવાની ભાવનાને લોભ કહેતા હો તો એ લોભ પ્રશસ્ત છે અને પોતાની સેવા ખાતર જ શિષ્ય બનાવવાનો લોભ એ અપ્રશસ્ત છે. ઘટાવતાં શીખો ! સભા : ગચ્છમોહ હોય તો ?
અમારા સમુદાયમાં સાધુ વધો એ ભાવનામાં વાંધો નથી, પણ બીજે ન થાઓ એ ભાવનામાં પાપ. સેવા કરવી એ શિષ્યનો ધર્મ, પણ સેવા માગવી એ ગુરુનો ધર્મ નહિ. પધારો' કહેવું એ શ્રાવકનો ધર્મ, પણ એવું ઇચ્છવું એ સાધુનો ધર્મ નહિ. એ જ રીતે દરેક વસ્તુમાં ઘટાવતાં શીખો પછી તમને કશી જ મૂંઝવણ નહિ થાય. એક સો ને આડે ગણધર પદ ? સભા : પોતાની પાસે પચાસ શિષ્ય હોય અને બીજા પચાસ ઇચ્છે એમાં વાંધો નહિ?
વાંધો શો ? પચાસ શું કરવા કહો છો ? “સવિજીવ કરું શાસનરસી' આ ભાવનાવાળાના આપણે તો અનુયાયી છીએ ને ! પણ આ પ્રસંગે એક-બે વસ્તુઓના ખુલાસા કરવાની જરૂર છે. પ્રથમ તો એ કે એક સો આઠ શિષ્ય એને ગણધરપદ મળે' - આ એક કોરી ગપ છે એનું કારણ એ છે કે, એક કરોડ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org