________________
૫૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
છે. એ શ્રાવક પૈસા લઈને ઘેર ગયો. પેલા શ્રીમાને આ વાત પોતાની સ્ત્રીને કરી. સ્ત્રીએ પણ કહ્યું કે હાર રાખ્યો કેમ ? શ્રાવિકા પણ કેવી હોય ? એ વિચારજો. આવાં શ્રાવક-શ્રાવિકા જ શાસનનાં રક્ષક બની શકે છે. ચોરી કરનાર શ્રાવક પણ ઘેર આવ્યા પછી એક જ ચિંતા કરે છે કે “મારે આ ભૂલ કબૂલીને શુદ્ધિ કરી જ લેવી જોઈએ. ત્યારે જે પુણ્યવાનનો હાર ચોર્યો હતો તે પુણ્યવાન શ્રાવક વિચારે છે કે મારા સાધર્મિકની દરિદ્રાવસ્થા પ્રત્યે બેદરકારી કરી, એના જ પરિણામે એ પુણ્યવાનને ચોરી જેવું ભયંકર કાર્ય કરવું પડ્યું, માટે મારે પણ સાધર્મિકની કાળજી ન કરી એનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.” આ પ્રમાણે બન્નેય પુણ્યવાનો વિચાર કર્યા કરે છે.
એ વિચારમાં જ ચતુર્દશી આવી એટલે બન્નેને થયું કે “આ પાપની આલોચના કર્યા વિના પ્રતિક્રમણ શુદ્ધ થઈ શકે નહિ.' પરિણામે ઊભા થઈને ચતુર્દશીની વ્યાખ્યાનસભામાં ધર્મોપદેશ આપતા ગુરુદેવની સમક્ષ હાથ જોડીને કહ્યું કે “કૃપાનાથ ! મેં પાપીએ આ પુણ્યશાળીના હારની પ્રતિક્રમણમાં ચોરી કરી છે, એનું પ્રાયશ્ચિત્ત. સમર્પ આ પાપીને આપ પાવન કરવાની કૃપા કરો.” એટલામાં જેમનો હાર ચોરાયો હતો તે પુણ્યશાળી પણ એકદમ સભામાં ઊભા થઈને ગુરુદેવ સન્મુખ હાથ જોડીને બોલ્યા કે “હે નાથ ! આ દોષ મારો જ છે. મેં મારા સાધર્મિકની ચિંતા ન કરી એનું જ આ પરિણામ છે માટે એ બેદરકારીનું પ્રાયશ્ચિત્ત સમપી મને પણ પાવન કરવાની કૃપા કરશો.* શિષ્યલોભ પ્રશસ્ત કે અપ્રશસ્ત ?
વિચારો, આ ઉભય પુણ્યશાળીઓની દશા ! આવી દશા કોના પ્રતાપે ? કહો કે પ્રભુશાસનના પ્રતાપે ! પ્રભુશાસન એ પતિતોને પણ પાવન કરનારું શાસન છે. પાવન થવાની ભાવનાવાળા પતિતને પટકી દેનારું આ શાસન નથી. પાપી પણ શુદ્ધ થવા ઇચ્છે તો એને શુદ્ધ બનાવવામાં શાસનનો ઇન્કાર નથી. એ જ કારણે “કાલના પાપીને ધર્મી થવાનો અધિકાર નથી.' એમ કહેનારાઓ અજ્ઞાની છે. છેલ્લી ક્ષણ સુધી છકાયનો વિરાધક આત્મા છકાયનો રક્ષક બની શકે છે.
શાસન પામ્યા પછી વર્ષો બાદ જ સંયમ લેવાય, એમ છે જ નહિ. વ્યવહારમાં પણ પેઢી ખોલ્યા બાદ વર્ષો બાદ જ શ્રીમંતાઈ આવે તો જ તે ખરી, નહિ તો ખોટી એમ નથી ને ? મિથ્યાદૃષ્ટિ પણ જો ભવને નિર્ગુણ માનતો હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org