________________
or - ૪ : પાપી પણ પાવન થઈ શકે - 98 –– – ૫૩ છે એમ ? નહિ જ ! એમ તો દરિદ્રી માણસ ભલે છાશ-ભડકું ખાય, પણ પોતાના છોકરા સાથે તો એ પણ ખાય છે; એ જ રીતે ગૃહસ્થ પણ છોકરાં આદિ પરિવાર સાથે જ ખાય, તો એથી જ માત્ર એ સહસ્થ શાનો ? એવાં તો જૈનકુળો સંખ્યાબંધ છે કે આ નિયમ થાય તો એક પણ સાધર્મિક પ્રાયઃ ન રખડે, એ સાધર્મિક પણ સુધરી જાય અને કુટુંબ પણ દીપે. સાધર્મિકને જમાડતાં જમાડતાં શું બોલાય ? એ ખાસ શીખજો. “સાધુ આવા છે, સારા નથી. સંયમમાં શું પડ્યું છે !” એવું એવું બોલનારા તો નિષ્કારણ સ્વપરના વૈરી બને છે. અજ્ઞાનીઓ દ્વારા આજે બજારમાં અને ચોરે ચૌટે એવી વાતો થાય છે કે જે સાંભળતાં પણ ચીતરી આવે. સાધર્મિક જમતો હોય ત્યાં પણ એવી ઊંચી વાત થાય કે જમનારને પણ એમ થાય કે આને ત્યાં જમનારે આવા બનવું પડે, પરિણામે હીણભાગી પણ પુણ્યવાન થાય.
જેનો હાર લીધો છે તે ઊંચી કોટિનો શ્રાવક છે, એથી હાર લઈ જનારને વિશ્વાસ છે કે ત્યાં મૂકવા જવામાં વાંધો નથી. પેલાએ શેઠના હાથમાં હાર મૂક્યો. સાંજે ગયેલો હાર સવારે શેઠ ન ઓળખે એ બને ? પેલો પણ જાણતો હતો કે ઓળખશે. ભાવના પણ એ જ હતી કે “આ તમારા હાર પર પૈસા આપો.' પેલાએ ત્યાં જઈને કહ્યું કે “આ હાર પર પૈસા આપો.'
શેઠે કહ્યું કે “તમારો હાર પાછો લઈ જાઓ અને જે પૈસા જોઈએ તે લઈ જાઓ; તમારું ઘરેણું મારાથી ન રખાય.”
આવો કોઈ તમારે ઘેર આવે તો ? અરે ! પહેલી વાત તો એ કે આવે જ નહિ, કારણ કે તમે એવી સ્થિતિ રાખી જ નથી. એ સ્થિતિ રાખી હોય તો કદાચ કોઈ દુઃખી થાય અને ચોરી કરે, તો પણ એ માલ લઈને એ શ્રાવકને ત્યાં જ આવે અને એને સુધરવાનો વખત પણ આવે. શરૂઆતમાં સહન તો કરવું પડે, ચોર થાય અને અમુક રકમ લઈ પણ જાય તોયે પ્રસન્નતા રાખતાં શીખવું પડશે. તો એ લઈ જનારનું પણ મન ડંખે ચિંતા ચોરને કે શાહુકારને ? માર ખાય એને બીક કે મારનારને ? આ વાત અત્યારે કદાચ તમારી બુદ્ધિમાં નહિ ઊતરે પણ ઊતારવા જેવી છે.
પેલા હાર લાવનારના આગ્રહથી શેઠે હાર ડબ્બામાં મૂકી, ડબ્બા ઉપર એના નામનું સીલ કરી પૈસા આપ્યા. એને પણ થયું કે ‘સાધર્મિક મળે તો આવા મળજો. માલ પોતાનો, કંઈ પણ બોલતા નથી અને સીલ પણ મારા નામનું કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org