________________
૨૦ : સંસારમાં સુખ ક્યાં છે ?
તિર્યંચોમાં પણ સુખ વાર્તામાત્ર જ :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા : ભવ્યજીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરવા ઇચ્છે છે. એ સૂત્રનું સમર્થન ક૨વા માટે ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિરૂપ સંસારને દુ:ખમય જણાવતાં નરકગતિને દુઃખમય વર્ણવ્યા બાદ તિર્યંચગતિને પણ દુઃખમય વર્ણવતાં એકેંદ્રિય અને વિકલેંદ્રિય જીવોની યોનિઓ અને કુલકોટિઓની સંખ્યા કહી તેઓનાં પણ અપ્રત્યક્ષ અને પ્રત્યક્ષ દુ:ખોનું વર્ણન કર્યું : એ પછી, પંચેંદ્રિય તિર્યંચ જીવની યોનિ આદિનું વર્ણન કરતાં પણ એ ઉપકારી પરમર્ષિ ફરમાવી ગયા કે
પંચેંદ્રિય તિર્યંચ જીવો, ત્રણ પ્રકારે વહેંચાયેલા છે : એક જલચર, બીજા ખેચર અને ત્રીજા સ્થલચર. પાણીમાં ચાલનારા મસ્ત્ય આદિ જીવો, જલચર કહેવાય છે : આકાશમાં ચાલનારાં પક્ષીઓ ખેચર કહેવાય છે અને જમીન ઉપર ચાલનારા જીવો સ્થલચર કહેવાય છે. આ ત્રણ પ્રકારો પૈકીના ત્રીજા પ્રકારના સ્થલચર જીવો પણ ત્રણ પ્રકારે વહેંચાયેલા છે : એક ચતુષ્પદ, બીજા ઉરઃપરિસર્પ અને ત્રીજા ભુજપરિસર્પ, બળદ આદિ ચાર પગે ચાલનાર પશુઓ ‘ચતુષ્પદ સ્થલચર’ કહેવાય છે. સર્પ આદિ છાતીથી ચાલનાર જીવો ઉ૨ઃપરિસર્પ’ કહેવાય છે : અને નકુલ-નોળિયો વગેરે ભુજાથી પણ ચાલનારા જીવો ‘ભુજપરિસર્પ’ કહેવાય છે. આ સઘળાય પંચેંદ્રિય તિર્યંચોની યોનિ તો ચાર લાખ છે પણ કુલકોટિઓ તો ભિન્ન ભિન્ન છે. જલચરોની સાડા બાર લાખ કુલકોટિ છે અને ખેચર ગણાતાં પક્ષીઓની બાર લાખ કુલકોટિ છે ત્યારે સ્થલચરોમાં, ચતુષ્પદોની અને ઉરઃરિસર્પોની દશ દશ લાખ કુલકોટિ છે અને ભુજપરિસર્પોની નવ લાખ કુલકોટિ છે. આ સઘળાય તિર્યંચોને જે અનેક પ્રકારની વેદનાઓ સંભવે છે તે સઘળીય પ્રાયઃ પ્રત્યક્ષ જ છે : ક્ષુધા આદિ અનેક પ્રકારનાં દુઃખો તિર્યંચોને ભોગવવાં પડે છે એ કોણ નથી જાણતું ?
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org