________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
ઉત્કટ પુણ્ય બાંધીને આવેલ અપવાદરૂપ તિર્યંચો સિવાય, બાકીનાં સઘળાંય તિર્યંચો અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ જીવનભર કર્યા કરે છે : એ જ કારણે ઉપકારી ટીકાકાર પરમર્ષિ ફરમાવી ગયા કે -
૨૬૪
" क्षुत्तृहिमात्युष्णभयार्दितानां, पराभियोगव्यसनातुराणाम् । अहो ! तिरश्चामतिदुःखितानां, મુલ્લાનુષ? । જિત વાર્ત્તમેત્તમ્ ।। ।।”
“અહો ! ક્ષુધા, તૃષા, ઠંડી, અતિ ગરમી અને ભય આદિથી પીડિત અને પરના હુમલારૂપ દુઃખથી આતુર એ જ કારણે અતિ દુઃખિત એવા તિર્યંચોને સુખનો પ્રસંગ એ ખરેખર વાર્તામાત્ર જ છે ! અર્થાત્ એ જીવોને સુખ છે એમ કહેવું અશક્ય છે.”
જે જીવોને આપણે અપવાદરૂપ ગણીએ એવા તિર્યંચો પણ સુખી જ છે એમ માની લેવાનું નથી કારણ કે એ જીવોને પણ પરાધીનતા આદિ અમુક દુઃખો તો છે જ. આથી સ્પષ્ટ છે કે પંચેંદ્રિય તિર્યંચોમાં સુખના સંગમની વાતો કરવી એ માત્ર વાતો જ છે પણ વાસ્તવિક નથી.
મનુષ્યગતિ પણ દુઃખથી ભરેલી જ છે ઃ
નકગતિ અને તિર્યંચગતિને દુઃખથી ભરેલી ફ૨માવ્યા પછી મનુષ્યગતિને પણ ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે
-
"मनुष्यगतावपि चतुर्द्दशयोनिलक्षा द्वादशकुलकोटीलक्षा:, वेदनास्तु एवम्भूता: “મનુષ્યગતિમાં પણ ચૌદ લાખ યોનિ છે, બાર લાખ કુલકોટિ છે અને વેદનાઓ તો આવા પ્રકારની છે.”
1682
Jain Education International
આ પ્રમાણે ફરમાવીને ઉપકારી ટીકાકાર પરમર્ષિ, ‘મનુષ્યગતિ પણ દુઃખથી જ ભરેલી છે' એમ ફરમાવે છે. દુઃખ દુ:ખમાં ફરક જરૂર હોય પણ કોઈ એમ ન સમજી લે કે સંસારમાં એક પણ ગતિ સુખમય છે. જે આત્માઓ, વિષયકષાયને આધીન છે તે આત્માઓને આ સંસારમાં કોઈપણ સ્થળે સુખ નથી એ વસ્તુ સુનિશ્ચિત છે અને એ જ વાત આ ઉપકારી પરમર્ષિ ફ૨માવી રહ્યા છે. સુખ માનનારાઓને આહ્વાન ઃ
આ ૫૨મોપકારી, એકાંત પરોપકારની ભાવનાથી : જે લોકો, સંસારમાં
For Private & Personal Use Only
"1
www.jainelibrary.org