________________
1883
— ૨૦ : સંસારમાં સુખ ક્યાં છે ? – 114 – – ૨૬૫ આવેલી મનુષ્યગતિમાં પણ સુખ માની રહ્યા હોય તેઓને આહ્વાન કરવાપૂર્વક પણ ફરમાવી ગયા કે –
"दुःखं कुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मललुलिततनुस्त्रीपयःपानमिश्रम् । तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोऽप्यसारः, संसारे रे मनुष्या ! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किञ्चित् ? ।।१।।" “આ સંસારમાં મનુષ્યોને પ્રથમ દુઃખ, સ્ત્રીની કુલિની મધ્યે ગર્ભવાસમાં છેઃ જમ્યા પછી બાળપણમાં પણ મલથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દૂધનું જે પાન તેનાથી મિશ્રિત એવું ઘણું દુઃખ છે : તરુણ અવસ્થામાં પણ વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ થાય છે અને વૃદ્ધભાવ પણ અસાર છે.” આ કારણથી રે મનુષ્યો ! જો સંસારમાં થોડું પણ કંઈક સુખ હોય
તો તમે બોલો ?” પરમ ઉપકારીનું પુદ્ગલાનંદીઓ પ્રત્યે આ પાછું ન ઠેલી શકાય એવું આહ્વાન છે. જે મુદ્દગલાનંદીઓ, સંસારમાં સુખ માની-મનાવીને સ્વપરના હિતનો સંહાર કરી રહ્યા છે : તેઓએ, આ આહ્વાનને અવશ્ય ઝીલી લેવા જેવું છે : પણ તેઓની એ તાકાત નથી કે જેથી તેઓ આ આહ્વાનને ઝીલે. નરકગતિ આદિનો સ્વીકાર નહિ કરનારાઓને પણ આ જ્ઞાનીઓ, મનુષ્યગતિની દુઃખમયતાથી પણ સંસારની દુઃખમયતા સમજાવી શકે તેમ છે. કોણ કહી શકે તેમ છે કે સ્ત્રીની કુલિની અંદર ગર્ભવાસમાં રહેલા આત્માને કારમું દુઃખ નથી ભોગવવું પડતું ? કોણ કહી શકે તેમ છે કે બાળપણમાં, અજ્ઞાનના પ્રતાપે આત્માને અનેક દુઃખોના ભોગ નથી થવું પડતું ? કોણ કહી શકે તેમ છે કે તરુણાવસ્થામાં, વિષયાધીનતાના પ્રતાપે ઈષ્ટવિયોગ આદિના યોગે અનેકાનેક દુઃખો આત્માને નથી અનુભવવાં પડતાં ? અને કોણ કહી શકે તેમ છે કે વૃદ્ધાવસ્થામાં તૃષ્ણા આદિના યોગે આત્માને અસહ્ય દુઃખોનો આસ્વાદ નથી લેવો પડતો ? આ દુઃખનો ઇન્કાર કોઈપણ વિચારશીલ આત્માથી થઈ શકે તેમ નથી અને એથી સ્પષ્ટ છે કે “મનુષ્યગતિના નામે પણ કોઈથી સંસારને સુખમય સાબિત કરી શકાય તેમ નથી.' એ જ હેતુથી ઉપકારીનું આહ્વાનપૂર્વક ફરમાન છે કે સંસારમાં સુખ હોય તો સાબિત કરો. આવું આહ્વાન કરવાનું એક જ કારણ છે અને તે એ જ કે સંસાર દુઃખમય લાગ્યા વિના આત્મા ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org