________________
૨૦ : સંસારમાં સુખ ક્યાં છે ?
114
• તિર્યંચોમાં પણ સુખ વાર્તામાત્ર જ : • મનુષ્યગતિ પણ દુઃખથી ભરેલી જ છે :
સુખ માનનારાઓને આહ્વાન : • ગર્ભાવસ્થાની વિષમતા :
• બાલ્યાવસ્થાની અરોચકતા : - તરુણાવસ્થાની તિરસ્કૃત દશા : • વૃદ્ધાવસ્થાની વિરસતા : • ધર્મભાવ વિના સુખ નથી જ :
વિષય : સંસારની દરેક અવસ્થામાં દુઃખ જ દુઃખ.
એળીયો કે લીમડો ગમે ત્યાંથી ચાખવામાં આવે તો ય કડવો ને કડવો જ લાગે. એમાં મીઠાશ હોય જ નહિ; તેમ સંસાર પણ એની દરેક અવસ્થાઓમાં દુઃખભર્યો જ હોય છે, એમાં સુખનો લેશ પણ સંભવી શકતો નથી. આ જ વાતને પ્રવચનકારશ્રીજીએ ટીકાકાર મહર્ષિએ રજૂ કરેલા શબ્દોના આધારે આ પ્રવચનમાં વર્ણવી છે. ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા અને યાવતું વૃદ્ધાવસ્થા સુધીની દરેકે દરેક અવસ્થા કઈ રીતે દુ:ખથી ભરેલી છે. તેનો આ પ્રવચનમાં તાદશ ચિતાર કરવામાં આવ્યો છે અને એ દુઃખથી મુક્તિ પામી સુખ પામવા માટે એકમાત્ર ઉપાય એ ધર્મભાવ જ છે. એમ પણ વર્ણવ્યું છે. (સળંગ વ્યાખ્યાન ક્રમ-૯૦/૯૧ ૯૨ માં પણ મનુષ્ય ગતિ સંબંધી દુ:ખોની વાત કરાઈ છે.)
ଏଯାଏ • જે આત્માઓ વિષયકષાયને આધીન છે, તે આત્માઓને આ સંસારમાં કોઈપણ સ્થળે સુખ નથી,
એ વસ્તુ સુનિશ્ચિત છે. સંસાર દુઃખમય લાગ્યા વિના આત્મા ધર્મ તરફ આકર્ષાતો નથી. • અજ્ઞાન જ આત્માને સંસારમાં રાખનાર છે. • જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અજ્ઞાન ન ટળે
ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એ જ હિતાવહ છે. • કામવશ બનેલો આત્મા પોતાની બધી જ ફરજોને વીસરી જાય છે. • મનુષ્યગતિની એક પણ અવસ્થામાં ધર્મભાવ વિના આત્મા સુખી છે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org