________________
૨૨૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
-
1
માન્યતાથી, દેવ ગુરુ અને ધર્મની કરેલી સેવા ફોગટ છે એટલું જ નહિ પણ વિપરીત ફળને પેદા કરનારી છેમાટે એવી ખોટી માન્યતાથી બચો. જેને દેવ માનો તેને પૈસાટકા છોકરાં આપવાનું. છોકરાં સાજાં કરવાનું તથા આપત્તિ દૂર કરવાનું કામ કેમ સોંપાય ? જેને ગુરુ માનીને શરીર આખું નમાવો, જેના ચરણમાં પંચાંગ પ્રણિપાત કરો તેના મોંથી પૈસાટકા, ઘરબાર અને વેપારરોજગારના વચનની, ઉપદેશની આશા કેમ રખાય ? જો ગુરુને માનવાનો એ જ હેતુ હોય તો તો માબાપ જ અધિક મનાવાં જોઈએ કારણ કે માબાપે, તમને પેદા કર્યા છે, દૂધ પાઈ ઉછેર્યા છે, ભીનથી સૂકે સુવાડ્યા છે, ભણાવ્યા છે, મોટા કરી
સ્ત્રી પરણાવી છે, વારસો આપ્યો છે, પેઢી પર બેસાડ્યા છે, અર્થ-કામનાં સાધન પૂરાં પાડ્યાં છે તો એ દૃષ્ટિએ તો ગુરુથી માબાપ જ ઊંચા ગણાવાં જોઈએ ને ! ગુરુથી આ થાય એમ છે ? ગુરુથી શું થાય ? એ અર્થ-કામ બતાવવામાં પડે તો પણ આપે ક્યાંથી ? બહુ તો રસ્તા બતાવે, અગર કોઈને સહાય અપાવે તો પણ બીજા પાસેથી, એમની પાસે તો કશું જ નથી તો પછી માબાપ ઊંચા ગણાય કે જેણે માત્ર રસ્તા જ નથી બતાવ્યા પણ અર્થ-કામ પૂરા પાડ્યા છે. ગુરુથી તો સવાસલાં થાય, બીજું એ શું કરી શકે ! આ દૃષ્ટિએ તો માબાપ કરતાં ગુરુની વિશેષતા રહી જ નહિ. આથી જ કહું છું કે “એવી ખોટી માન્યતાથી બચો અને ખૂબ વિચારપૂર્વક કહો કે ધર્મગુરુ કઈ શિખામણ છે? સભાઃ અર્થ-કામ સિવાયની ?
એટલું જ શા માટે કહો છો ? સાથે “અર્થ-કામ છોડવાની' એમ પણ કહોને ! અર્થ-કામ છોડવાની ભાવના વિના એના સિવાયની વાત ન ગમે એ નિશ્ચિત છે. જે દિવસથી, અર્થ-કામની વાતમાં ધર્મગુરુ પડ્યા તે દિવસથી, અનેક આત્માઓ ધર્મમાર્ગથી ભ્રષ્ટ બનવા માંડ્યા. અર્થ-કામ મૂકીને આવ્યા માટે તો ગુરુ બન્યાને ! જો એમ ન હોય તો તો ગૃહસ્થ પણ, આદમી છે અને ગુરુ પણ આદમી છે છતાં એક ગુરુ અને એક સેવક એમ કેમ બને ? આ પ્રશ્નના સમાધાનમાં કહેવું જ પડશે કે દુનિયાનાં પ્રાણીઓ, જે ન કરી શક્યા; જે અર્થ-કામ ન તજી શક્યા; તે તેમણે કર્યું એટલે કે તજવા યોગ્ય તર્યું, માટે એ ગુરુ બન્યા. પોતે, જેને તજીને આવ્યા તેને જ સ્વીકારવાનો જો તેઓ ઉપદેશ આપે તો સમજવું જ જોઈએ કે એ બિચારાઓ, ધર્મને પામી જ શક્યા નથી. અન્યથા જે વસ્તુઓનો પોતે ત્રિવિધ ત્રિવિધ પરિત્યાગ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org