________________
11
- ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય – 112 -
– ૨૨૩ એ તો વિચારો ? દુનિયાની મોજમજા પણ સારી એ માન્યતાના પ્રતાપે જ ધર્મમાં ચિત્ત નથી ચોંટતું અને અનાદિના અભ્યાસ આદિના યોગે દુનિયાદારીના પદાર્થોમાં ચિત્ત ચોંટે છે : આ જ કારણે, આજે ઘણાને કહેવું પડે છે કે “ધર્મમાં મજા નથી આવતી.' પણ મજા આવે શી રીતે ? દુનિયાના પદાર્થોમાં, દુન્યવી કામોમાં રાગ સ્થિર છે માટે ત્યાં મજા આવે છે અને અહીંયાં તે નથી માટે મજા નથી આવતી. પુદ્ગલાનંદીઓ તરફથી દાન પણ દેવાય તે અધિક મળવાની લાલસાથી જ દેવાય. એવાઓએ સમજવું જોઈએ કે એ સાચું દાન નથી પણ વિલક્ષણ પ્રકારનો સટ્ટો છે, સોદો છે. કોઈને સારા વર્તાવથી માન મળે પણ માન માટે સારો વર્તાવ કરવો એમ કેમ જ હોય ? લોક સારા કહે માટે સારું કરવું એમાં વસ્તુતઃ ફળ નથી. આજે દાન દેવા છતાં, ધર્મક્રિયા કરવા છતાં આત્માની જે ઉચ્ચ સ્થિતિ થવી જોઈએ તે નથી થતી તેનું કારણ એ જ છે કે “જે માટે ધર્મક્રિયાઓ કરાવી જોઈએ તે માટે નથી કરાતી પણ અન્ય તુચ્છ અને હેય વસ્તુઓ માટે જ કરાય છે.” ગુરુ કરતાં મા-બાપ ઊંચા એ ખોટી માન્યતા
આથી સ્પષ્ટ છે કે “જગતના જીવોને ઊંચા આણવા માટે એક ધર્મની જ ઉપાદેયતા સમજાવવાની આવશ્યકતા છે.” અર્થ ને કામ તો જગતના જીવોને અનાદિથી રુચેલા જ છે. અર્થ-કામ ન ગમે એવો કયો જીવ છે ? અર્થ-કામ મેળવવા કોણ પ્રયત્ન નથી કરતું ? અર્થ-કામનાં સાધનો સમજવા કયો આત્મા તૈયાર નથી ? આમાં વગર કહ્યું જે કરવા માટે દુનિયાના આત્માઓ તૈયાર છે તે તરફ દુનિયાને ખેંચવી એમાં મહત્તા નથી. દેવ, ગુરુ અને ધર્મ, એ તો દુનિયાથી જુદી ચીજ છે એ જુદી ચીજને માનવાનું પ્રયોજન નક્કી ન થાય ત્યાં સુધી દુનિયાના આત્માઓ, દુનિયામાં આથડવાના છે : એટલું જ નહિ પણ એ આથડવાનો અંત પણ આવવાનો નથી. સભા : “જે દેવ, ગુરુ અને ધર્મ, દુન્યવી લાભ આપે તે કામના : અને એથી જ એ
ચમત્કારી જોઈએ, ચમત્કારી દેવ એટલે પૈસાટકા આપે, છોકરાં આપે, છોકરાં સારાં કરે અને ગુરુ અમારી સ્થિતિની, પૈસાટકા, વેપાર-રોજગારની ખબર રાખનાર જોઈએ : આ સ્થિતિ હોય તો અમે ફુરસદે ધર્મ કરીએ અને એમ
થાય તો અમારી સ્થિતિ ઠીક થાય !” આ માન્યતા ઘણી જ ખોટી છે : કારણ કે સમજવા છતાં પણ આવી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org