________________
૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય
સાચા ધર્મ ઉપર રાગ થાય તો શું શું થાય ?
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર ૫૨મર્ષિએ પણ ચારે ગતિનાં દુઃખોને વર્ણવ્યાં. સામાન્ય પણ નિર્વેદ તથા વૈરાગ્ય વિના, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાઓ હૃદયમાં ઊતરી શકતી નથી. કેમ કે આત્માને સંસાર દુઃખરૂપ ન ભાસે, દુનિયાના નાશવંત પદાર્થો પ્રત્યે પ્રેમ ન ઘટે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓનો મોક્ષસાધક માર્ગ રુચતો નથી. દુનિયાના પદાર્થો પ્રત્યેનો રાગ, મોક્ષસાધક ધર્મમાં બાધક છે. બેય ઠેકાણે રાચવું એ ન બને એવું છે.
જેને સંસાર ગમે તેને ધર્મ ગમે પણ કઈ રીતે ? ધર્મ તો આત્માને સાચો અહિંસક બનાવે, સાચો સત્યવાદી બનાવે, સાચો અસ્તેયનો ઉપાસક બનાવે, સાચો બ્રહ્મચારી બનાવે અને સાચો અપરિગ્રહી બનાવે. ધર્મના સાચા રાગથી, આત્મામાં સંયમ તથા તપ આવે. દાન, શીલ, તપ અને ભાવ એટલે ઉદારતા, સદાચાર, ઇચ્છાનિરોધ અથવા સહિષ્ણુતા તથા સવિચાર આ બધું સાચા ધર્મના રાગથી આવે.
હવે વિચારો કે જે ‘લક્ષ્મીને સારી તથા પોતાની માને એનામાં સાચી ઉદારતા આવે ? વિષયાનંદી, સાચું અને શુદ્ધ શીલ પાળે ? સ્વાદિષ્ટ પદાર્થો ખાવામાં ભટકતો, સાચો તપસ્વી બને ? અને હલકી ભાવનાવાળાને, સારા વિચાર આવે ?' કહેવું જ પડશે કે નહિ જ, કા૨ણ કે આ બધી પરસ્પર વિરોધી વસ્તુઓ છે. અર્થ તથા કામના પ્રેમી સાચા અહિંસક, સાચા સત્યવાદી, સાચા અચૌર્યવ્રતધારી, સાચા બ્રહ્મચારી તથા સાચા નિષ્પરિગ્રહી બને એ અસંભવિત છે : કારણ કે દુનિયાના રાગ સાથે ધર્મનો રાગ અશક્ય છે.
સભા : ધર્મ કરીએ એની સાથે દુનિયાની મોજમજા કરીએ એમાં હરકત શી ? અરે ભાઈ ! ‘ધર્મ પણ સારો તથા મોજમજા પણ સારાં એ બે શી રીતે બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org