________________
૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય
112
• સાચા ધર્મ ઉપર રાગ થાય તો શું શું થાય ? • બુદ્ધિનું ફળ તત્ત્વ વિચારણા : • ગુરુ કરતાં મા-બાપ ઊંચા એ ખોટી માન્યતા છે!૦ સર્વવિરતિ એ તો સ્ટીમર છે : - • પ્રતિપક્ષી વસ્તુનો મેળ ન મળે, એ સહજ છે : • ગુરુ અને ગોર : ધર્મગુરુ અને અર્થકામ ગુરુ : • દહીં દુધિયાપણું ન જ ચાલે !
• સત્ય કોણ કહી શકે ? • પ્રવૃત્તિ ભલે અલગ : માન્યતા તો એક જ : • સત્યશ્રવણનો પ્રતાપ : • ત્યાગ અને વૈરાગ્ય એ જ સુખનો રાજમાર્ગ : ૦ દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિનું કારણ છે : ૦ માન્યતામાં તો એક થવું જ જોઈએ : ૭ પૂજાનો હેતુ અને કર્તવ્ય : • આત્માનો હિતૈષી એ જ સાચો સ્નેહી :
વિષયઃ શ્રાવક અને સાધુની પ્રવૃત્તિ અલગ છતાં માન્યતા એક જ કેવી દેશના
અપાય ? પ્રસ્તુત વ્યાખ્યાનોમાં “ધૂનન નો વિષય બરાબર ખીલી રહ્યો છે. ધૂનન શરૂ થયા બાદ થોભાય નહિ. એથી અવાજો થાય, વિરોધો ઉઠ, ભાગાભાગ થાય, બધું જ થાય. પણ એ કોલાહલથી ગભરાઈ ધૂનનનું કાર્ય બંધ ન કરાય. માટે જ આ વ્યાખ્યાનમાં શરૂઆતમાં જ “સંસાર ગમે તેને ધર્મ ન જ ગમે ની વાત કરી લૌકિક ગુરુ સમા મા-બાપથી ગુરુ કઈ રીતે અધિક છે ? તે સમજાવ્યું છે. ત્યારબાદ દરેકનો ઇરાદો સુખી થવાનો જ છે, એમ જણાવી એ માટે સાધુ બનવું જ ઉપાય છે, એમ જણાવતાં શ્રાવક કે સાધુની કરણી અલગ છતાં માન્યતા તો એક જ હોવી જોઈએ. એ વસ્તુ પર ભાર મૂક્યો છે. તત્ત્વવિચારણા એ જ બુદ્ધિનું ફળ છે, સાચા હિતૈષીની વ્યાખ્યા, સર્વવિરતિની સ્ટીમર સાથે તુલના અને ધર્મગુરુ અને અર્થ-કામ-ગુરુનો ફેર તેમજ દેશનાના સ્વરૂપ વિશે વાતો કરી છે.
ଏIଥାଏ । • જેને સંસાર ગમે તેને ધર્મ ગમે પણ કઈ રીતે ? • જે દિવસથી, અર્થ-કામની વાતમાં ધર્મ ગુરુ પડ્યા તે દિવસથી, અનેક આત્માઓ ધર્મમાર્ગથી ભ્રષ્ટ
બનવા માંડ્યા. • જીવનમાંથી ત્યાગ-વૈરાગ્યનો નાશ થયો તો સમજી જ લેવું કે, સુખ જ સળગી ગયું.
આ પણ અણીનો સમય છે. અણીના સમયે ભલે કાંઈ ન કરો, ન થાય તો ન કરો પણ છે તેને એવું સમજો તો પણ ઘણું પામ્યા.
હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર' એ બુદ્ધિનો સદુપયોગ છે. • દેવપૂજા અને ગુરુપૂજાના મહોત્સવો આત્માને ઉન્નત બનાવે છે; જ્યારે દુનિયાના મહોત્સવો
આત્માને અવનત બનાવે છે. તમારી પેઢીને અમે સહાય કરીએ તો અમે પાપી અને અમારી પેઢીને તમે સહાય કરો તો તમે પુણ્યવાન. • ધર્મગુરુઓ તો હેયમાત્રને મૂકવાનું જ કહેનારા હોય : દુનિયાની મૂચ્છ છૂટે એવું કહેવું, એ જ
ધર્મગુરુઓનો ધર્મ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org