________________
13.
- ૧૮: સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 –
– ૨૨૫
તે વસ્તુઓનો સ્વીકાર કરવાનો તેઓ સર્વસામાન્ય ઉપદેશ આપી જ કેમ શકે ?' પણ આ વસ્તુ ત્યારે જ સમજાય કે જ્યારે ખોટી માન્યતાથી બચાય.” એથી જ હું કહું છું કે ખોટી માન્યતાથી બચો. પ્રતિપક્ષી વસ્તુનો મેળ ન મળે, એ સહજ છે :
આપણો મુદ્દો એ છે કે સંસાર તથા ધર્મને, મેળ ન જ મળે : કારણ કે સંસાર તથા ધર્મ એ બે જુદી ચીજ છે. સંસારની સાધનાના તથા મુક્તિની સાધનાના રસ્તા જુદા જ છે. એ બેને ભેળવ્યા તો નાશ માની જ લેવો. સંસાર તથા મોક્ષ બેય અલગ છે. સંસારમાં દુઃખ છે ને મોક્ષમાં સુખ છે. સંસારથી ઊલટી સ્થિતિ એ મોક્ષ છે. દિવસ હોય ત્યાં રાત્રિ અને રાત્રિ હોય ત્યાં દિવસ હોય જ; તેમ સંસારની પ્રતિપક્ષી વસ્તુ મોક્ષ છે જ. માનો કે ન માનો પણ માન્યા વિના છૂટકો જ નથી, અવશ્ય માનવું જ પડશે, કારણ કે વિદ્યમાન વસ્તુ ન માનવી એ મૂર્ખાઈ છે.
સંસાર એટલે બંધન અને મોક્ષ એટલે છૂટાપણું. સ્વતંત્રતાના અર્થીએ સ્વતંત્ર બનવા માટે સંસારથી અલગ થયા વિના છૂટકો જ નથી. સંસારની સાધનાની તથા મોક્ષની સાધનાની સામગ્રી જુદી છે. એ બે સામગ્રીને પરસ્પર ભેળવી તો ગોટાળો થવાનો જ. જો સંસારની જ લહેર ચાખવી હોય તો તો મોક્ષનાં સાધનોની કાંઈ જરૂર નથી, કારણ કે “ધર્મસાધના તો મોક્ષ માટે છે.” મોક્ષનાં સાધનને, સંસાર સાધવાની અભિલાષાથી સેવવાં : એ મોક્ષના સાધનનું અપમાન કરવા બરાબર છે. અપમાન કરનારો નહિ પામનારા કરતાં ઘણો નાલાયક છે. આથી જ ઉપકારીઓ કહે છે કે “જ્યાં સુધી સંસાર પ્રત્યે પ્રેમ ન ઘટે ત્યાં સુધી ધર્મ પર પ્રેમ થવો એ કઠણ છે. અને ખરેખર એ પ્રતિપક્ષી વસ્તુનો મેળ ન મળે, એ સહજ જ છે. આ જ હેતુથી ઉપકારીઓ, સંસારની યથાસ્થિત દુઃખમયતા વર્ણવીને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. દહીં દુધિયાપણું ન જ ચાલે !
આ બધી વાત ઉપરથી એ નિશ્ચિત છે કે શ્રી જિનવાણી સાંભળવા આવનારનું ધ્યેય નિયત હોવું જોઈએ અને તે એ જ કે “સંસાર તજવો અને મુક્તિ સાધવી.” કહો “આ ધ્યેય નિશ્ચિત છે કે નહિ ?” સંસારસાગર તરવો છે કે નહિ ? શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org