________________
૨૨૭
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
- 14
માટે તરવો છે ? ખોટો છે, રહેવા જેવો નથી માટે તરવો છે ને? તરવો જ છે કે એમાં પડી રહેવું છે ? બોલોને ! મૌન કેમ ?
સભા : સાહેબ ! વાણિયા પાકા છે !
એમની પાકાઈ પ્રભુશાસનમાં ન ચાલે. સંસારમાં પાકાને પોચા બનાવવા માટે જ તો આ શાસન છે. સંસારમાં પોચા બનાવી મોક્ષમાર્ગની આરાધનામાં પાકા બનાવવાના આ પ્રયત્ન છે, માટે જો તરવું જ હોય તો તારક વસ્તુઓને ઓળખ્યા સિવાય છૂટકો જ નથી. સભા: આજના લોકો કહે છે કે “દેવ, ગુરુ, ધર્મ એવા જોઈએ કે જેથી અમારી
કાર્યવાહીમાં વાંધો ન આવે એટલે કે અમે જે કરીએ છીએ તે ચાલુ જ
રહેવા દે.” ભાઈ ! પણ બે વિરોધી વસ્તુને એક જ જગ્યાએ રાખવા પ્રયત્ન કરવો તે એક જાતનું ખોટાપણું છે. અપરિગ્રહી બનવું હોય તો પરિગ્રહને ખોટો માનવો જ પડશે. સાધુ કોણ ? અહિંસક, સત્યવાદી, અદત્ત ન લેનાર, બ્રહ્મચારી અને નિષ્પરિગ્રહી બને છે. જૈન સાધુના આ પાંચ મૂળ ગુણો મુખ્ય છે. આ પાંચ તો મુખ્ય મૂળ ગુણ છે. આ ગુણો નિયત છે. એ ગુણો વિના સાધુને એક ક્ષણ પણ ચાલે નહિ. જૈન સાધુ, કોઈ પણ પ્રાણીને : મનથી વચનથી અને કાયાથી મારે નહિ, મરાવે નહિ અને મારતાને સારા માને કે કહે નહિ જુઠું બોલે નહિ, બોલાવે નહિ અને બોલતાને સારા માને નહિ કે કહે નહિ. પારકી ચીજ તરણા સરખી પણ અનુમતિ વિના લે નહિ, લેવરાવે નહિ અને લેનારને સારા માને કે કહે નહિ : સ્ત્રીસંસર્ગ કરે નહિ, કરાવે નહિ અને કરતાને સારા માને કે કહે નહિ : ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહને રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને સારા માને કે કહે નહિ. આ પાંચે મૂળ ગુણને ધારણ કરનારા અને ગુરુકુળવાસમાં રહી, ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા પામી વ્યવહારનયાદિના જ્ઞાતા બની ગુરુપદને પામેલા ધર્મગુરુ તમને શું કહે ? “શું ખુશીથી હિંસા કરવાનું કહે ? શું આ જમાનામાં જુઠું બોલ્યા વિના ન ચાલે માટે બોલો, એમાં વાંધો નથી એમ કહે ? શું આ જમાનામાં સીધી રીતે કોઈ આપે તેમ નથી તો ચોરીમાં પણ વાંધો નહિ એમ કહે ? શું આ જમાનામાં મન કાબૂમાં ન રહે તો સ્ત્રીસંસર્ગમાં પણ હરકત નથી એમ કહે ? શું આ જમાનામાં પરિગ્રહ વિના ચાલે નહિ માટે પરિગ્રહ તો ખાસ રાખવો જ એમ કહે ?” કહેવું જ પડશે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org