________________
1645
૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય
-
112
Jain Education International
આમાંથી એક પણ વાત, ધર્મગુરુથી કહી શકાય તેમ નથી. કારણ કે ધર્મગુરુ માટે, શાસ્ત્રે કાંઈ થોડું નથી કહ્યું. જેમ તે હિંસા, અસત્ય, અસ્તેય અને અબ્રહ્મને આચરે નહિ, આચરાવે નહિ અને આચરતાને અનુમોદે નહિ તેમ પરિગ્રહને પણ રાખે નહિ, રખાવે નહિ અને રાખતાને સારા પણ માને નહિ. પરિગ્રહ રાખવો એ જો સારા માને તો પરિગ્રહ રાખવાની ભાવના થયા વિના પણ રહે નહિ. પરિગ્રહ રાખવો એ જો સારું હોય તો તજવો એ સારો કેમ ગણાય ? અને જો તજવો સારો હોય તો રાખવો સારો કેમ ગણાય ? જો દેવાળિયા સારા કહેવાતા હોય તો શાહુકાર શાહુકારી રાખે જ શું કામ ? તેમ પરિગ્રહ રાખવો એ જો સારું હોય, પૈસાટકા રાખવા એ જ જો સારું હોય તો ઘરબાર, પૈસાટકા વગેરે મૂકીને આવેલાને હાથ જોડવાનું કામ શું ? તો તો પછી ઊલટા સાધુએ તમને હાથ જોડવા જોઈએ.
૨૨૭
તમારી પાસે ઘરબાર બંગલા, બગીચા બધું, લાડી વાડી ગાડી તમામ અને સાધુ પાસે તો એમાંનું કાંઈ જ નહિ, સાધુ તો ૨મતા ૨ામ : એટલે જો પરિગ્રહ સારો અને પરિગ્રહ રાખવો એ સારો એમ હોય તો સાધુઓએ, તમને હાથ જોડવા જોઈએ : છતાં તમે, સાધુઓને હાથ જોડો છો એનું કારણ શું ? જો તમે, તમારી પાસે જે છે તે સઘળાને તજીને બેઠેલા સાધુઓને હાથ જ જોડો : તો તો તમે, જે લઈને બેઠા છો તેને ખોટું કહો. પરિગ્રહને સારો માનવો અને નિષ્પરિગ્રહીને હાથ પણ જોડવા એ બે વાત ન બને. દહીંમાં તથા દૂધમાં એમ બેયમાં પગ ન ૨ખાય. તમે લઈને બેઠા છો એ સારું હોય તો અમે છોડ્યું એમાં ભૂલ છે એમ કહો અને એ ભૂલ ન કહો તો તમે જેમાં બેઠા છો એને ખોટું કહો. એક રસ્તો કાઢો. હું તો માનું છું કે અમે, છોડવામાં ભૂલ નથી કરી પણ સારું જ કર્યું છે : કા૨ણ કે એમ કરવાનું અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોનું ફરમાન છે અને માટે જ બીજાને પણ છોડાવવાની મહેનત કરું છું, આ પ્રમાણે હોવા છતાં પણ અમે છોડ્યું એમાં જો તમે ભૂલ માનતા હો તો તમે સમજાવો અને છોડવાનું સારું માનતા હો તો છોડવાના પ્રયત્નો કરો. મારું તો તમને આહ્વાન છે કે ‘કાં તો તમે સુધરો અને અમારી ભૂલ હોય તો અમને પણ સુધારો.' પણ દહીંદૂધિયા બનો એ ન ચાલે.
સભા : તમે છોડ્યું છે તે તમે છેતરાયા છો એમ એ લોકો માને છે અને કહે છે ! માન્યું કામ ન આવે, સાબિત કરવું પડે. સામે આવીને કહેવું જોઈએ. જેમ
For Private & Personal Use Only
www.jainelibrary.org