________________
૨૨૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ - - -
-
૧ews
તમારી સામે બેસીને હું ત્યાગમાર્ગ સમજાવી રહ્યો છું તેમ સામે આવીને તેઓ પણ એમની માન્યતા સમજાવે ને ?
સભા : આવે કોઈ નહિ, એ તો છાપામાં જ લખ્યા કરે.
તો એ કાંઈ ન્યાય ઓછો જ કહેવાય ? ત્યાગમાર્ગના અમલમાં વિકટતા ખરી, પણ વસ્તુને વસ્તુસ્વરૂપે માનવામાં ઓછો જ વાંધો ? વસ્તુને તે સ્વરૂપે માનનાર આજે નહિ તો કાલે, ચાર-છ મહિને, વરસે, બે વરસે, બીજી જિંદગીમાં, ભવાંતરે પણ અમલ કરશે. ચીજનું વાજબીપણું ઠસાવવાના અને મનાવવાના પ્રયત્નમાં હરકત છે જ નહિ. એ વિષયના પ્રામાણિક પ્રયત્નને પહોંચાય પણ અપ્રામાણિક પ્રયત્ન સાથે મેળ ન ખાય. “અમે લીધેલું ખોટું છે અને એ લેવામાં અમે ભૂલ કરી છે એવું જો તેઓ સાબિત કરે તો અમને માનવામાં ઓછો જ વાંધો છે ? એ સાબિત કરવામાં એમને રોકાણ હોય તો વાંધો, પણ એ રોકાણ છે જ નહિ : કારણ કે ખોટા સાથે આપણે બંધાયેલા જ નથી. ગેરલાભની આપણને જરૂર નથી પણ લાભની જ જરૂર છે માટે ખોટું છોડવામાં અને સાચું લેવામાં આનાકાની હોય જ નહિ પણ એ “માત્ર માન્યું જ ન ચાલે પણ સમજાવવું પડે.” પ્રવૃત્તિ ભલે અલગ માન્યતા તો એક જ ઃ
આપણો બધાનો ઇરાદો, એક જ કે “કોઈપણ ભોગે સુખી થવું.' : દુઃખના સાધનથી બચવું અને અનંત સુખ મેળવવું.” એ જ ઇચ્છા બધાની છે. અમે, સાધુ થયા તે પણ એ માટે : બીજાને સાધુ બનાવીએ તે પણ એ માટે અને હું તો માનું છું કે તમે અહીં આવો છો તે પણ એટલા જ માટે. સભા : જરૂર.
આથી સ્પષ્ટ જ છે કે તમારી તથા અમારી દૃષ્ટિ એક જ વસ્તુ ઉપર નિયત છે. આપણને બધાને દુઃખ વિનાનું, કાયમ ટકે એવું અને પૂરેપૂરું સુખ જોઈએ છે. અમારી અને તમારી બેયની એ એક જ ઇચ્છા છે. દુઃખ ઇચ્છો એવા તો તમે પણ ઘેલા નથી. આપણું દૃષ્ટિબિંદુ જો એ છે તો માન્યતા પણ એક થવી જ જોઈએ. પ્રવૃત્તિમાં, જે બળવાન હશે તે આગળ ચાલશે, નબળા હશે તે પાછળ ચાલશે, એથી નબળા હોય તો એ બેઠા બેઠા ચાલશે, અને એથીયે નબળા હોય તો એ મોડા આવશે પણ માન્યતા તો એક જ હોવી જોઈએ. એ ઇચ્છાની સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org