________________
1647
- ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય – 112
– ૨૨૯
માટે ત્યાગમાર્ગ એ મોટામાં મોટો અને સારામાં સારો માનું છું, તમને રાગમાં સુખ લાગતું હોય તો બતાવો. હું તો, પ્રભુએ બતાવેલા ત્યાગમાર્ગમાં જ સુખ માનું છું અને એ જ તમારી પાસે કહું છું, રોજ રૂપાંતરે પણ એ જ કહું છું, મહિનાઓથી એ જ કહું છું અને કાયમ એ જ કહેવાનો : કારણ કે એ સિવાય સાચા સુખનો અન્ય કોઈ ઉપાય જ નથી : એ જ કારણે બીજું કહેવાનું હું શીખ્યો જ નથી. બીજું કહેવાનું શીખવાની મારા જિનેશ્વરદેવે મને ના પાડી છે. હું જે શીખ્યો છું તે જ તમારી પાસે મૂકું છું, એમાં ફેરફાર હોય તે તમે જણાવો નહિ તો એ જ એક સાચા સુખનો ઉપાય છે એમ માનતા થાઓ. ત્યાગ અને વૈરાગ્ય એ જ સુખનો રાજમાર્ગ :
સભાઃ એ લોકો કહે છે કે આ રીતે તો વિશાળ ધર્મ સાંકડો થાય છે.
“સાંકડો હું કરું છું કે એ ?” આ મારું આહ્વાન છે : એમને કહેજો કે “આવીને સમજાવે. મને કે તમને'; પણ, ત્યાગ-વિરાગની પીઠિકા તો એમને પણ કરવી પડે છે : અને એ કર્યા પછી જ એ લોકો, બધા લોચા વાળે છે. એક જ જાતની સંકુચિત વૃત્તિ રાખીને એમાં વિશાળ વૃત્તિ મનાવવાનું આજે ચાલી રહ્યું છે. “એક જ તરંગી અને સ્વચ્છંદી કામ કરવું અને બીજી બાજુનું સાંભળવું કે સમજવું પણ નહિ.” આવી વૃત્તિવાળાઓને સમજાવવાનો કોઈ ઉપાય જ નથી, પણ મારી પાસે સમજવાની જ બુદ્ધિથી આવનારને તો હું એ જ ઠસાવવા ઇચ્છું છું કે તમે સમજુ તથા વસ્તુના પરીક્ષક થાઓ તો એવા મજબૂત બનશો કે પછી તમને કોઈપણ પોતાના વાયુમાં ઢસડી નહિ શકે, ત્યાગ-વિરાગને, સ્પષ્ટ શબ્દોથી આઘો મૂકવો એ તો એવાઓને પણ પાલવતું નથી : કારણ કે સુખનો સાચો રાજમાર્ગ એ એક ત્યાગ અને વૈરાગ્ય જ છે. સંસારમાં રહેલા પ્રાણીને પણ સુખ જોઈએ તો ત્યાગ-વૈરાગ્યની છાયા જોઈએ, નહિ તો ત્યાં પણ સુખ નથી. મોટી શહેનશાહતનો માલિક પણ, થોડા પણ વૈરાગ્ય, સંતોષ કે શાંતિ વગર કદી પણ સુખ ભોગવી શકતો નથી : શહેનશાહ, શહેનશાહત માત્રથી સુખ ભોગવી શકતો નથી. ખરેખર ત્યાગ અને વૈરાગ્ય એ જ સુખનો રાજમાર્ગ છે. જીવનમાંથી ત્યાગ-વૈરાગ્યનો નાશ થયો તો સમજી જા લેવું કે સુખ જ સળગી ગયું. ત્યાગ-વૈરાગ્ય એ શબ્દો તરફ, કોઈથી પણ કરડી આંખે જોઈ શકાતું નથી અને જુએ તો એને કોઈ સાંભળતું પણ નથી : એ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org