________________
૨૩૦
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ ––
––
1949
જ કારણે એ વસ્તુનો ઉઘાડો વિરોધ, વિરોધીઓ પણ કરી શકતા નથી : બાકી એ વસ્તુને તેઓ માને છે એમ નથી. માન્યતામાં તો એક થવું જ જોઈએ: સભા: ‘ગમે તેમ હો તે છતાંય વિરોધી પણ ભગવાન મહાવીરનું અને તેમના સિદ્ધાંતનું
નામ તો લે છે ને ? અરે ભાઈ ! આ કાંઈ દલીલ છે ? એવાઓ પણ જો ભગવાન શ્રી મહાવીરદેવનું નામ ન લે તો એમને ઊભું પણ કોણ રહેવા દે ? કોઈ પણ ઊભા ન રહેવા દે એટલા માટે એ લોકોને ભગવાન શ્રી મહાવીરદેવનું નામ દેવું પડે છે : એ લોકો, શ્રી મહાવીરદેવનું નામ દેતા નથી પણ પોતાનું ટટુ નિભાવવા માટે એ લોકોને દેવું પડે છે. પેઢીની શાખે જ બધો વ્યવહાર ચાલે છે. ભગવાન શ્રી મહાવીરદેવનું નામ ન દે, એ પરમ તારકના શાસનનું નામ આગળ ન ધરે તથા એ તારકના સિદ્ધાંતની વાત ન કરે તો એમને ઊભું રહેવા દે જ કોણ ? માટે “એમના નામે એટલે કે ભગવાન શ્રી મહાવીરદેવ, એ તારકનું શાસન તથા એ તારકના સિદ્ધાંતના નામે એ વર્ગ દુનિયાના હૃદયમાં ઠસાવવા શું માગે છે ?' – એ નક્કી કરવું જોઈએ. તે નક્કી કર્યા પહેલાં બીજી વાત થાય જ નહિ. એ વાત તો દૂર રહી, હાલ તો મારી પાસે આવનારને, હંમેશાં સાંભળનારને, ગમે તે ભોગે ધર્મ કરવો જોઈએ એવું માનનારને હું પૂછું છું કે અમે જે નાશવંતુ છોડ્યું છે એમાં ડહાપણ છે કે તમે જેમાં બેઠા છો એમાં ડહાપણ છે? આ વાત નક્કી ન થાય ત્યાં સુધી મારો અને તમારો સંગ ફળ્યો એમ હું તો નહિ માનું. મહિનાઓથી હું અને તમે ભેગા થઈએ છીએ, વ્યાખ્યાન સંભળાવવું તથા સાંભળવું ચાલુ છે, ઘણી વાતો થઈ, પ્રશ્નોત્તર થયા છતાં “અમે, એ નાશવંતુ છોડ્યું એમાં ડહાપણ કે તમે એમાં બેઠા છો એ ડહાપણ ?' એ જ નક્કી ન થાય તો થયું શું? વર્તનની વાત વેગળી મૂકો પણ માન્યતામાં તો એકત્રિત થવું જ જોઈએને? વર્તન માટે તો તાકાત, શક્તિ, યોગ્યતા એ બધું આવવું જોઈએ પણ માન્યતામાં તો વાંધો આવે તેમ નથી ને ? જ્યાં સુધી માન્યતા નક્કી નથી થઈ, સુદઢ નથી થઈ ત્યાં સુધી ધર્મ પ્રત્યે જેવું હૃદય ઢળવું જોઈએ તેવું ઢળતું નથી, એટલું જ નહિ પણ આદમી ડગી જાય છે.
ઘણાની પદ્ધતિ એવી છે કે બેય ઠેકાણે હા કહે, અહીં પણ હા અને તહીં પણ હા, પણ એમ ન થવું જોઈએ, ન જચે તો ‘હા’ ન કહો, ખોટી હાથી તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org