________________
14૭
- ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 -
- ૨૩૧
ગજબ થાય. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામી એવા સરળ બનો કે “જે હોય તે જ કહો.” સાચામાં પણ હા અને ખોટામાં પણ હા, બેય સ્થળે જગ્યા મેળવવી, બેય ઘરે ગાદી રાખવી, બેય ઠેકાણે આગેવાન બનવું એ ન બને. જ્યાં સારું લાગે ત્યાં ભળો, પણ નિખાલસ બનો. મહીં તાંબુ અને ઉપર ઢોળ ન ચડાવો. જ્યારે શ્રીમંતાઈ હતી ત્યારે નક્કર દાગીના હતા જેમાં ઉપર, નીચે અને વચ્ચે બધે સોનું. શ્રીમંતાઈ ઘટી ત્યારે અલંકાર તો જોઈએ એટલે તાંબા પર ગીલીડ, મોતીની માળા તો જોઈએ, તો સાચાં નહિ તો કલ્ચર સહી. એ રીતે ધર્મપ્રેમ ઘટ્યો અને ધર્મીમાં ખપવું, મહીં પોલ અને બહાર દેખાડવું માટે કરે આડંબર, એથી સત્યનો નાશ થાય. વસ્તુ ન હોય એ બને, એનો ઇન્કાર નથી કરતો પણ વસ્તુ નથી પામ્યા એમ સ્પષ્ટ કહો જેથી બીજા છેતરાય તો નહિ. “હોય ઓછા અને ગણાવું પૂરા' એની આજે મોટી મારામારી છે. વ્યવહારમાં પણ આ ભાવના બહુ હાનિ કરે છે. વ્યવહારની હાનિ તો બહુ તો આ જિંદગી માટે જ્યારે ધર્મની હાનિ તો અનેક ભવોની છે.
એક પાપ આત્માની કઈ દશા કરે છે તથા એક ઉત્તમ ક્રિયા આત્માનો કેવો સુધારો કરે છે એ જુઓ. વિચારો તો ખરા, આખી જિંદગીમાં એક વાર દેવાળું કાઢે તો એ દેવાળિયો જ કહેવાય, પહેલાં પચાસ વરસ સારો વેપાર કર્યો હોય તો પણ દેવાળિયો કહેવાય અને પછી પણ ગમે તેવો સારો વેપાર કરે તો પણ દેવાળિયાની છાપ પડી એ પડી. એક વારનું પાપ આત્માને કઈ ખરાબ દશાએ પહોંચાડે તથા એક વારનો ધર્મ આત્માને કેટલે ચડાવે છે એની તુલના કરતાં શીખો. પુણ્ય તથા પાપ, ધર્મ તથા અધર્મ, સત્ય તથા અસત્ય, તત્ત્વ તથા અતત્ત્વનો ભેદ સમજાય તો શાસ્ત્ર કહે છે કે કાંઈ પણ ન કરવા છતાં એ આત્મા ઘણું પામ્યો. શાસ્ત્ર કહે છે કે શાખ સાચવનારો, વગર શ્રીમંતાઈએ શ્રીમંતની જેમ ઊભો રહે છે. અણીને વખતે ઘર વેચીને પણ પૈસા પૂરા ચૂકવનાર દરિદ્રને પણ લોક શેઠ જ કહે છે. લોક કહેવાનું કે જે શેઠિયો ન કરે તે આણે કર્યું, જાત વેચીને પણ શાખ સાચવી.” આ પણ અણીનો સમય છે. અણીના સમયે ભલે કાંઈ ન કરો, ન થાય તો ન કરો પણ છે તેને તેવું સમજો તો પણ ઘણું પામ્યા. વસ્તુને વસ્તુ તરીકે સમજનારાના હાથે ખોટું થવાની સંભાવના ઓછી, મોટે ભાગે એના હાથે ખોટું થાય જ નહિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org