________________
૨૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ ------
16
થઈ જાય તો પણ પરિણામ ખોટું ન આવે. આથી જ હું કહું છું કે “માન્યતા તો એક થવું જ જોઈએ.” આત્માનો હિતૈષી એ જ સાચો સ્નેહી :
ધૂનન કરવું છે એ તો જાણો છો ને ! ધૂનન કરાવતાં ધ્રુજારી પણ થાય. દૂધ દહીં બનાવ્યા પછી માખણની અભિલાષાવાળા, એને ગોળીમાં નાખી રવૈયો ખેં એ કેવી રીતે એ જાણો છો ને ? એ લોકો, ઘોંઘાટને અને પરિશ્રમને ન ગણે કારણ કે ઘોંઘાટથી અને પરિશ્રમથી ગભરાય તો માખણ ન પામે. રવૈયો મૂકત પહેલાં ગમે એટલો શાંત રહે પણ રવૈયો મૂક્યો કે કામ શરૂ થયું, પછી તો માખણ કાઢે જ મુકાય. હું પણ રવૈયો ચાલુ કર્યા પહેલાં બેસી રહ્યો છું, માત્ર પીઠિકામાં રહ્યો છું કેમ કે પછી નહિ રોકાય, પછી ઘોંધાટની પણ પરવા નહિ થાય. રવૈયો મૂક્યા પહેલાં ધમાધમ ચાલે તો પછીની તો વાત જ શી ? એ રવૈયો ખેંચનારા,
સ્ત્રી કે પુરુષો, જે હોય તે નીરોગી હોય, બળવાન હોય પણ શ્વાસ ચડે એવા ન હોય, કપડાં પણ પોલાં ન પહેરે પણ સંકેલીને પહેરે. બે પગ પહોળા રાખે. રવૈયો પણ ઉપર બાંધે તે એવો બાંધે કે ઢળી ન જાય, ખસી ન જાય, પડી ન જાય, ઘોંઘાટ એવો થાય કે પાડોશી પણ જાગે. પસીનો થાય પણ લૂછવા ન રહે. જેટલા ઢીલા થાય એટલું માખણ ઓછું. એ જ રીતે મારે પણ ધૂનન કરાવવું છે. પેલા રવૈયાના ધૂનનથી આ ધૂનન જુદું છે. આમાં તો અનાદિનાં બંધનો ઉપર કાપ છે. આત્મા પર લાગેલાં અનાદિ કાળનાં બંધનો દૂર કાઢવાનાં છે, કાપી નાખવાનાં છે, કચરો બધો ઝાટકીને બહાર કાઢવાનો છે. એ વખતે વિગ્રહ, કોલાહલ, કજિયા, ધમાધમ, ઘોંઘાટ થયા વિના રહે નહિ, કેમ કે અનેક આત્મા પાછળ બંધન ઘણાં છે. છોડનાર છોડવા તૈયાર થયો છે પણ બંધનને છૂટવું નથી એની ધમાચકડી થાય છે. “મરનાર મરે તેમાં જીવનાર શું કામ રૂએ ?' - આ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે જીવનારને રોવાનું કારણ એ કે “પેલો મરી ગયો એને મરવા દેવો જ નહોતો.” એ જ માટે એ રુએ છે. સમજે છે કે આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈથી રોકાય નહિ, જ્ઞાનીએ કહ્યું છે તેમજ પ્રત્યક્ષ પણ અનુભવાય છે છતાં પણ રોનાર કહે છે કે “મરી ગયો એ કામનો ગયો ને ?'
સભા : સ્વાર્થ માટે રુએ છે.
ત્યારે પરમાર્થ માટે દુનિયામાં કયો રુએ છે? જો પરમાર્થ માટે રોતા હોત તો આ દશા જ ન હોત. પરમાર્થી માતાપિતા, દીકરાને શી શિખામણ આપે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org