________________
165 – – – ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – ૨૩૩ ધર્મગુરુને પણ દીકરા માટે શું કહી આવે ? ક્યાં છે એ દશા ? બધી મારામારી જ સ્વાર્થની છે ત્યાં થાય શું? આથી તમે બધી વસ્તુને રીતસર સમજો.
રોનારની દયા ન ખાઓ પણ રોનારનું નિદાન પરખીને પછી દયા ખાઓ. દરદીના રોવાથી વૈદ્ય ગભરાય તો વૈદું ન કરી શકે. બાળકના તરફડાટથી ગભરાય એ મા બાળકને દવા ન પાઈ શકે. “હાય, મારો બાળક ન રુએ” એ માનનારી માતા વગર મોતે બાળકને મારી નાખે છે. બાળક રુએ એવી કાર્યવાહી કરવી જ નહિ એવો નિયમ કરનારી માતા બાળકને મારી જ નાખે, અર્થાત્ એ બાળક જીવે જ નહિ. ખોખા માટે આ દશા તો આત્મા માટે કેવી દશા જોઈએ એ વિચારો અને સમજો કે આ દુનિયામાં સાચો સ્નેહી તો તે જ કે જે, આત્માનો હિતેષી હોય : બાકી ખોખાનો પૂજારી, એ આત્માનો હિતૈષી નથી. પણ જમાનાવાદીઓ, આથી નવું જ કહે છે : અમારી અને એમની વચ્ચે આ જ આડખીલી છે. બુદ્ધિનું ફળ તત્ત્વવિચારણા :
અનંત ઉપકારી શાસ્ત્રકારો કહે છે કે “આત્માની ચિંતા કરો જ્યારે જમાનો જેમની કોટે વળગ્યો છે તેઓ કહે છે કે “શરીરની ચિંતા કરો.” ચેતન અને જડ. એ બેના વિવેચનમાં તો આખી દ્વાદશાંગી ભરી છે. એ દ્વારા ઉપકારીઓ ફરમાવે છે કે “જડથી દબાયેલા ચેતનને કાઢવા મહેનત કરો. જ્યારે આજના જમાનાવાદીઓ કહે છે કે “જડથી ચેતન છૂટી ન જાય એની ખૂબ કાળજી રાખો. જડના ભભકા એવા કરો કે એમાંથી ચૈતન્ય છૂટવા માટે તૈયાર જ ન થાય, ચેતનમાં જડનું આક્રમણ એવું કરો કે જેથી ચૈતન્ય એમાં ગૂંગળાઈ જાય.' આવા સમયે વિવેકી વિચારક, શાંત ચિત્તે એકાંતે તત્ત્વનો વિચાર કરે તો જરૂર નિસ્તાર પામે.
તમે બધા પણ બુદ્ધિવાળા તો છો ને ! જો છો તો સમજો કે બુદ્ધિનું ફળ તત્ત્વની વિચારણા છે. “તત્ત્વ શું છે ?' એવું ચોવીસ કલાકમાં આત્માને કેટલી વાર પૂછયું? “તું કોણ ? આ કોણ ? આ બધું કોણ ?” આ ક્યારે વિચાર્યું ? સામાયિક, પડિક્કમણું, પૌષધ, વ્યાખ્યાનશ્રવણ, જિનપૂજા એ બધું શા માટે ? આ રીતે તત્ત્વચિંતા કરો તો પરિણામ એ આવે કે “વ્યાખ્યાનમાં ધર્મના નામે અર્થ-કામની પ્રવૃત્તિનો ઉપદેશ આપનારા કુસાધુઓની જબાન બંધ થઈ જાય.” તમારી તત્ત્વચિંતાના અભાવે જ, કુગુરુઓના અડ્ડા જામી શકે છે. “સામાયિક, જિનપૂજા, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ, પૌષધ, દાન, શીલ, તપ, ભાવ” એ બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org