________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
શા માટે એ સમજો તો એ તાકાત આવે કે તમે પોતે કુગુરુના સંગથી બચી શકો અને બીજાઓને પણ બચાવી શકો. ‘અર્થ-કામની આરાધનામાં રત બનવું અને આંટીઘૂંટી ક૨વામાં એક્કા બની અનેકને પ્રપંચજાળમાં ફસાવવામાં પ્રવીણ થવું' એ કાંઈ બુદ્ધિનું ફળ નથી. ખરેખર એ તો બુદ્ધિનો દુરુપયોગ જ છે. બુદ્ધિ વગરનો પણ જડમાં રાચેમાર્ચ અને બુદ્ધિમાન પણ જડમાં રાચેમાચે તો બેમાં ફરક જ શો ? આથી સમજો કે ‘તત્ત્વોનો વિચાર કરવો' એ બુદ્ધિનું ફળ છે અને ‘હેયનો ત્યાગ તથા ઉપાદેયનો સ્વીકાર' એ બુદ્ધિનો સદુપયોગ છે. બુદ્ધિનો સદુપયોગ ક૨વા ઇચ્છનારે, બુદ્ધિના ફળને ધ્યાનમાં રાખી તત્ત્વચિંતામાં જ રત બનવું જોઈએ. જો એમ થશે તો તરત જ સમજાશે કે દુનિયાદારીની તમામ પ્રવૃત્તિની સામે જ શાનીઓએ બધી યોજનાઓ યોજી છે.
૨૩૪
-
6
Jain Education International
અનંત ઉપકારી જ્ઞાની પુરુષોએ જોયું કે દુનિયાને ઓચ્છવ-મહોચ્છવ ગમે છે તો ફરમાવ્યું કે એવા ઓચ્છવ-મહોચ્છવ કરો કે જેથી દુનિયાને એ જોઈને ઉત્તમ વસ્તુનો ખ્યાલ આવે. દેવપૂજાના અને ગુરુપૂજાના મહોત્સવો આત્માને ઉન્નત બનાવે છે જ્યારે દુનિયાના મહોત્સવો આત્માને અવનત બનાવે છે એ વાત તત્ત્વની વિચારણાથી જરૂ૨ સમજાય. ‘એક લગ્નનો વરઘોડો તથા એક ગુરુનો તથા દેવનો વરઘોડો એ બેય વરઘોડાને જોનારની ભાવનામાં કેટલો ફેર ?' એ પણ તત્ત્વવિચા૨ક સમજી શકે. લગ્નનો વરઘોડો જોનારા, એવી જ વાતો કરે કે ‘ફલાણા શેઠનો દીકરો, એ શેઠનું આટલું ધન, આવો વેપાર.' એ રીતે એની બધી શ્રીમંતાઈ વખાણે, વળી આગળ વધીને કહે કે “એ શેઠની સ્ત્રી આવી રૂપાળી, આવી ને તેવી’ એ રીતે એ વાતે વળે. ઠેઠ આખા વરઘોડામાં એવી વાતો કરે, બહુ વાતોડિયા હોય તો ઘેર જાય ત્યાં સુધી એ વાત કરે, એથીયે બહુ વાતોડિયા હોય તે આઠ-દશ દિવસ સુધી વાતો કરે. આ રીતે એવી વાતો દ્વારા આત્માને સારી રીતે પાપવિચારોથી રંગે.
1652
સભા : એક શ્રીમંત માટે એવી પ્રશંસાની વાતો થતી સાંભળીને અન્ય શ્રીમંતને એમ થાય કે હું પણ એવો વરઘોડો કાઢું !
‘એવો જ નહિ પણ એથી સવાયો કાઢું' એવી ભાવના થાય એમ કહો. હવે વિચારો કે ‘લગ્નનો વરઘોડો એ મુખ્યતયા નિમિત્ત શાનું ?' કહેવું જ પડશે કે આત્માને વિષયના રંગથી રંગવાનું.' એવા નિમિત્તથી ‘એ રંગે રંગાયેલાની પ્રવૃત્તિ કઈ ?' એ જ કે પછી એની આંખો જ્યાં ત્યાં ભટકે, સ્વપરનો વિવેક
For Private & Personal Use Only
www.jainelibrary.org