________________
૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય 112
૨૩૫
ભૂલે, જેની તેની પર આંખ નાખવાનો હક છે કે નહિ એનો વિચાર ભૂલે, પછી મનુષ્ય મટી હેવાન થાય, હૈયું ફૂટે પછી અનેક પાપના ધોધ વહે, પરિણામે મનુષ્યપણું હારી દુર્ગતિએ ચાલ્યો જાય. આ રીતે એ લગ્નના વરઘોડા પાપરૂપ થાય કે નહિ તે તમે સમજો. તમે પણ ડાહ્યા છો. વસ્તુસ્થિતિ આ છે. એ જ હેતુથી જ્ઞાનીએ એની સામે નવા રસ્તા યોજ્યા અને એ રસ્તામાં લક્ષ્મીના વ્યયને પુણ્ય કહ્યું તથા વ્યય કરનારને પુણ્યવાન કહ્યો, એટલું જ નહિ પણ અનેકને પુણ્યમાર્ગે વાળનાર કહ્યો. ને તરનાર તથા બીજાને તારનાર કહ્યો. એવી ક્રિયા માટે પોણી વીશી બોલાય એ ધર્મના મર્મને સમજનારો કેમ સહે ? પેઢીની પોણી વીશી વાત સહો ?
1653
સભા : એવી વાત કરનાર સામે રીતસર કામ ચાલે.
ત્યાં તો રીતસર કામ ચાલે. તમે તમારી પેઢીની પોણી વીશી વાત માટે રીતસર કામ ચલાવો તો અમે અમારી પેઢી માટે ?
સભા : એ પેઢી તો અમારી પણ છે ને !
રંગ રાખ્યો. આથી સ્પષ્ટ છે કે ‘તમારી પેઢીને અમે સહાય કરીએ તો અમે પાપી અને અમારી પેઢીને તમે સહાય કરો તો તમે પુણ્યવાન : તમારી પેઢીની અમે વાત કરીએ તો અમે પતિત અને અમારી પેઢીની વાત તમે કરો તો તમે ચડવા માંડ્યા કહેવાઓ : તમારી પેઢીનાં અમારાથી વખાણ ન થાય પણ અમારી પેઢીનાં તમારાથી થાય :' પણ આ વાત તમે ત્યારે જ સમજો કે જ્યારે તમે ‘બુદ્ધિનું ફળ શું છે ?’ એ સમજો અને જો એ સમજો તો પરિણામ એ આવશે કે ‘જૈનકુળમાં જન્મીને પણ જૈનશાસનને બેવફા નીવડી જે આત્માઓ, જૈનદર્શન વિરુદ્ધની વાત કરી રહ્યા છે તેઓની જબાન બંધ થશે : અને કદાચ તેમ નહિ થાય તો પણ તેઓ પોતાની મેળે ઉધમાત ગમે તેટલો ક૨શે તો પણ સામાન્ય જીવો પર ખોટી છાપ તો નહિ જ પાડી શકે.' આ માટે મારી ભલામણ છે કે ‘તત્ત્વની વિચારણા’ એ ‘બુદ્ધિનું ફળ છે’ એમ સમજી ‘વસ્તુ માત્રના સ્વરૂપને વિચારતા થાઓ અને સમજતા થાઓ.'
સર્વવિરતિ એ તો સ્ટીમર છે :
‘તત્ત્વવિચારણા’રૂપ બુદ્ધિના ફળને પામેલા આત્માઓ તો, એ વાત સારી રીતે સમજી શકે તેમ છે કે ‘સંસારરૂપ સાગરને તરી જઈને મુક્તિરૂપ બંદરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org