________________
૨૩૭
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો –
– 164
પહોંચવા માટે કોઈ સ્ટીમર હોય તો તે સર્વવિરતિ છે. એ સ્ટીમરમાં એકદમ નહિ બેસી શકનારા, સ્ટીમરે પહોંચવા માટે નાવડામાં અને નાવડું ન મળે તો પાટિયાનો આશ્રય લઈ શકે છે પણ એ પાટિયાં લોઢાનાં હોય એ ન જ ચાલે.” “આપણે બધાય એ સ્ટીમરના જ ઉપાસક છીએ.' આ વાત, બુદ્ધિના ફળને પામેલા હોય તેઓને સમજાવવાની ન હોય. એ પરમતારક સ્ટીમરની ઉપાસના એ જ આપણો પરમ ધર્મ. આપણે તો આપણા અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ આપણને સંસારસાગરની તારનારી તરીકે ઓળખાવેલી એ સ્ટીમરનો યથાશક્ય લાભ લેનારા જ છીએ. એ સ્ટીમરની હયાતીમાં જ આપણા સૌનો વિસ્તાર છે. એની સામે લાલ આંખ કરનારાઓ સામે આપણી આંખ પણ લાલ જ રહેવી જોઈએ. શ્રી આચાર્યદેવો, એ સ્ટીમરના કપ્તાનો છે : શ્રી ઉપાધ્યાયદેવો, એ સ્ટીમરના સ્વરૂપનું યાસ્થિત ભાન કરાવનારા છે : અને સાધુ મહારાજાઓ, સ્ટીમરમાં બેસવા ઇચ્છતા અને બેઠેલાઓના સહાયકો છે તથા શ્રાવકો, એ સ્ટીમરમાં બેસવાની ઇચ્છા ધરાવનારા હોઈ એ સ્ટીમરને સહજ પણ હાનિ ન પહોંચે એની સંપૂર્ણ કાળજી રાખનારા અને એ સ્ટીમરમાં બેસવાની લાયકાત તથા તાકાત મેળવવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા એકેએક અનુષ્ઠાનને હૃદયપૂર્વક આરાધનારા છે. એ પરમતારક સ્ટીમર પ્રત્યે જેને સદ્ભાવ નથી તે સાધુ હોય તો સાધુ નથી અને શ્રાવક હોય તો શ્રાવક નથી. શાસ્ત્રોમાં જે સંઘને હાડકાંનો ઢગલો કહેવાય છે તે તેવા જ સદૂભાવહીન સંઘને, પણ એ સ્ટીમર પ્રત્યે સદ્ભાવ ધરાવતા સંઘને નહિ જ.
અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ, પરમતારક તરીકે દર્શાવેલી એ સર્વવિરતિ રૂપ સ્ટીમર પ્રત્યે સદ્ભાવ કરવાને બદલે જેઓ અસદ્ભાવ કરે છે, જેઓ એવી પરમશુદ્ધ સ્ટીમરની આરાધના કરવાને બદલે વિરાધના કરવા અને કરાવવામાં આનંદ માને છે, જેઓ, એ સ્ટીમરના આરાધકોને અને આરાધવા ઇચ્છનારાઓને ખોટી રીતે કનડે છે : તેઓ માટે જ એ અને એવા બીજા કારમા ઇલ્કાબો છે : જ્યારે એ સ્ટીમરની આરાધનામાં જ જેઓ રત છે અને જેઓ, એ સ્ટીમરની આરાધનામાં જ સર્વસ્વ સમજે છે : તેઓ તો, ખરેખર જ પૂજ્ય છે. એવા ઉત્તમ આરાધકોના સમુદાય માટે દુર્ભાવ થવો એ પણ ઘોર પાપોદયની જ નિશાની છે. એવા ઉત્તમ આત્માઓના સમુદાયને પણ, હાડકાંનો ઢગલો કહેવાની જેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org