________________
1:55
--- ૨૩૭
- ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – બુદ્ધિ થાય : તેઓએ તો, એવી બુદ્ધિ થયા પહેલાં જ પ્રાણ ચાલ્યા જાય એમ ઇચ્છવું જોઈએ.
અનંત ઉપકારી પ્રભુએ દર્શાવેલી સર્વવિરતિ સ્ટીમરને યથાશક્તિ સેવનારા સાધુ તથા સહાયક શ્રાવક એ નિશ્ચિત છે. એવા પુણ્યાત્માઓને હાડકાંનો ઢગલો કહેનાર પોતે જ હાડકાંનો ઢગલો છે : પણ સર્વવિરતિ સ્ટીમરને જેઓ કાણાં પાડતા હોય : એ સ્ટીમરને જેઓ કાણી કરવા મથતા હોય : જેઓ ડુબાડવા માગતા હોય : તેઓ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના નાશક હોવાથી તેઓના સમુદાયને હું હાડકાંનો ઢગલો ખુશીથી કહ્યું : કારણ કે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ કહેલ છે. એવાં ટોળાં માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ, એવો એક જ શબ્દ નથી વાપર્યો પણ એવા અનેક શબ્દો વાપર્યા છે. એવાઓને એ ઉપકારીએ ભયંકર સર્પ જેવા પણ કહ્યા છે. બાકી જેઓ માર્ગસ્થ છે, અનંતજ્ઞાનીઓની આજ્ઞાના આરાધક છે અને અનંતજ્ઞાનીઓની આજ્ઞામાં જ ઉદય માનનારા છે એવાઓ માટે હાડકાંનો ઢગલો કહેનાર પોતે જ હાડકાંનો ઢગલો છે, એ નિર્વિવાદ સિદ્ધ છે. ગુરુ અને ગોર : ધર્મગુરુ અને અર્થ-કામગુરુ ;
આથી સ્પષ્ટ છે કે અમે અને તમે બેય શ્રી જિનેશ્વરદેવના જ. એ તારકને માનો, એ તારકે દર્શાવેલી સ્ટીમરને માનો, આગમને માનો તો તમે અમારા : નહિ તો તમારી સાથે અમારો કશો જ મેળ નહિ. સાધુઓ જેમ તમને સુધારવા માટે ઉપદેશ આપે છે તેમ બગડતા સાધુઓને તમે પણ હિતશિક્ષા આપી શકો છો : એવા જ કારણે શ્રાવકને માબાપ જેવા પણ કહ્યા છે. સાધુઓનાં માબાપ બનવા ઇચ્છતા શ્રાવકોએ, સાધુઓના સાધુપણાની ચિંતા અવિરતપણે કર્યા જ કરવી જોઈએ.
જે સાધુઓના સાધુપણાની રક્ષા માટે તેઓ માબાપ જેવા બનવા માગે છે તે સાધુઓ, પોતાના ધર્મગુરુઓ છે એ વાત તેઓએ કદી પણ વિસરવી જોઈએ નહિ. ધર્મગુરુઓની ફરજ, માત્ર ધર્મોપદેશ જ આપવાની છે એ વાત કદી જ ભૂલવા જેવી નથી.
શ્રી જેનશાસનના સાધુઓ, કેવળ ધર્મગુરુઓ જ બની શકે છે પણ અર્થગુરુઓ કે કામગુરુઓ નથી જ બની શકતા. સાધુઓનાં માબાપ બનવાની ભાવના રાખનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org