________________
૨૩૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬ -
-
1858
શ્રાવકોએ પોતાના ધર્મગુરુઓ, ધર્મગુરુ મટી અર્થગુરુ અને કામગુરુ ન બની જાય એની પૂરતી કાળજી રાખવી જોઈએ. એવી કાળજી રાખનારા શ્રાવકો ધર્મગુરુઓ પાસે ધર્મ સિવાય બીજી કોઈપણ વસ્તુની આશા રાખે પણ નહિ અને ધર્મગુરુઓ પણ, એ ધર્મગુરુપદનો પરિત્યાગ કરીને ગોર બનવાની મૂર્ખાઈ કરે નહિ. આની સામે કોઈએ બોલવું હોય તો અહીં ખુશીથી સભ્યતા રાખીને યુક્તિપૂર્વક બોલી શકે છે. હૃદયની શંકાના સમાધાન માટે કે વસ્તુના સ્વરૂપને સમજવા માટે પૂછવાની અહીં સૌ કોઈને છૂટ છે એટલે બોલવું હોય તો અહીં જ બોલવું. અહીં ન બોલતાં બહાર જઈને એમ બોલવું કે “મહારાજ બોલવા દેતા નથી' એ માણસાઈ નથી. અહીં હા પાડીને બહાર બીજું બોલનારા તો ચેતન વિનાનાં મુડદાં જેવા છે એમ કહેવું એ ખોટું નથી.
જ્ઞાનીઓએ, ધર્મગુરુઓને એક જ આજ્ઞા કરી છે કે વિષયકષાયરૂપ કિચ્ચડમાં પડેલાને બહાર કાઢો, પણ એમને બહાર કાઢતાં ખેંચી ન જવાય એની કાળજી રાખો. આ જ કારણે હું કહું છું કે “ગુરુએ ગોર ન જ બનવું જોઈએ.’
આજે, “અમારો ઉદ્ધાર કરવો હોય તો અમારા સંસાર-વ્યવહારની પણ ચિતા સાધુઓએ કરવી જોઈએ આ પ્રમાણે જેઓ કહે છે : તેઓ ધર્મગુરુઓને ધર્મગુરુ મટાડી ગોર બનાવવા માગે છે : એવાઓથી ધર્મગુરુઓએ ખૂબ જ સાવધ રહેવા જેવું છે. લોકની વાહવાહના કામી બનીને પોતાનું ન ગુમાવી દેવાય એની સાવધગીરી આ જમાનામાં ધર્મગુરુઓએ ઘણી જ રાખવાની છે. ગોર નહિ બનવા માગતા ધર્મગુરુઓએ, એવાઓને સાફ સાફ કહી દેવું જોઈએ કે, “તત્ત્વ સિવાયની કંઈ પણ વાત કહેવાનો અમને અધિકાર નથી. પૈસા કમાઓ છો કે નહિ અને શું ખાઓ છો તથા શું પીઓ છો' એ વગેરે અમે ન પૂછીએ પણ ‘અભક્ષ્યથી બચ્યા છો કે નહિ ? અનીતિ આદિ કરો છો કે કેમ ?' એ વગેરે બધું જ પૂછીએ અને એ અયોગ્ય આચરણાઓ બંધ પણ કરાવીએ. ધર્મગુરુઓ તો, હેયમાત્રને મૂકવાનું જ કહેનારા હોય : દુનિયાની મૂર્છા છૂટે એવું કહેવું, એ જ ધર્મગુરુઓનો ધર્મ.
ધર્મગુરુઓ શિક્ષણ પણ એવું જ લેવાનું કહે : ધર્મગુરુઓ એવું શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપવાનો ઉપદેશ આપી શકે કે જે શિક્ષણથી દુનિયાની વિષયકષાયની વાસના ઘટે અને પોલિક પદાર્થોનો મોહ ઘટે : ધર્મગુરુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org