________________
16s
- ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 – ૨૩૯ દુનિયાની મૂર્છા વધે અને વિષયકષાય વધે એવું શિક્ષણ લેવા તથા આપવાનું ન જ કહેઃ ધર્મગુરુઓ, એવી શાળા સ્થાપવાનો ઉપદેશ ન જ કરે કે જે શાળાઓના શિક્ષણથી અનેક આરંભાદિની પ્રવૃત્તિઓ થાય અને મહાપરિગ્રહાદિકની લાલસા વધે: ધર્મગુરુઓ જો તાકાત હોય તો તો, એવી પાપપ્રચારક સંસ્થાઓનું ખંડન જ કરે : ધર્મગુરુઓ એવી સંસ્થાઓનું ખંડન કરે એટલે કુહાડો તથા પાવડો લઈને ખોદવા ન જાય પણ “મનુષ્ય તરીકે આવું શિક્ષણ ધર્મના નામે દેવું એ શોભાપ્રદ નથી એટલું જ નહિ પણ અનેક પ્રકારના કારમાં અનર્થોને ઉત્પન્ન કરનારું છે માટે એવા શિક્ષણથી અને એવું શિક્ષણ આપતી સંસ્થાથી બચો અને બચાવો' આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે.
ધર્મગુરુઓ દુનિયામાં જે માન અને પ્રતિષ્ઠા પામે છે તે પ્રભુશાસનના જ પ્રભાવે. જે શાસનના પ્રભાવે સર્વસ્વ પામી રહ્યા છે તે શાસનને બેવફા નીવડનારા ધર્મગુરુઓ સાચા ધર્મગુરુઓ નથી પણ નામના જ ધર્મગુરુઓ છે : એવા ધર્મગુરુઓ, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પૂજાવાને લાયક જ નથી ? ધર્માત્માઓએ, એવા નામધારી ધર્મગુરુઓની શાસનને બેવફા નીવડવાની ખો ભુલાવી દેવી જોઈએ : એ ન બની શકે તો પણ એવા નામધારી ધર્મગુરુઓ, શાસનમાં પોતાની સ્વચ્છંદી પ્રવત્તિઓ ના પ્રચારી શકે એની તો પૂરતી તકેદારી ધર્માત્માઓએ રાખવી જોઈએ.
ધર્મગુરુઓની ફરજ, પ્રભુશાસનને પ્રચારવાની અને એ માટે ત્યાગ વૈરાગ્યનો ઉપદેશ આપવાની જ છે : ધર્મગુરુઓ, જે ઉપદેશ આપે તે ત્યાગ વૈરાગ્યનો જ હોય : ધર્મગુરુઓ, સમાગમમાં આવતા આત્માઓને પ્રભુધર્મના રાગી બનાવવા માટે જ વાત વગેરે કરે : ધર્મગુરુઓને, ધર્મ પમાડવાના પ્રયોજન સિવાય વાત આદિ કરવાનો પણ અધિકાર નથી.
અમારે ધર્મગુરુ તરીકે જ જીવી જાણવું હોય તો અમારે માટે શ્રી વિતરાગ પરમાત્માનું શાસન જ સર્વસ્વ હોવું ઘટે. અમને એ સિવાયની એક પણ વસ્તુની દરકાર ન હોવી જોઈએ : વળી, અમે તો પૂર્ણ શ્રદ્ધાળુ છીએ : અમે તો પ્રભુનાં વચન ન બેસે તો અમારી મતિમાં ખામી સમજનારા છીએ અમને શ્રી વીતરાગ પરમાત્મામાં એવી શ્રદ્ધા છે કે એમની કોઈ વાત ગળે ન ઊતરે તો પણ હાથ જોડી પગે લાગીને માનીએ અમે, પોતાને ન બેસે માટે એ શાસ્ત્ર જ નહિ એવું માનનારા હૈયાફૂટા નથી : કારણ કે “બુદ્ધિ અલ્પ અને શાસ્ત્ર તો ગહન તથા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org