________________
૨૪૦.
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯
નિષ્કારણ ઉપકારી એવા શ્રી જિનેશ્વરદેવો અસત્ય કહે જ નહિ આવું માનનારા અમે છીએ : એ જ કારણે શ્રી જિનાગમ અને તેને અનુસરતાં શાસ્ત્રો માટે પણ પોતાની મતિમાં ન બેસે માટે એ શાસ્ત્ર જ નહિ' એવું બોલનારા ડાહ્યા નથી પણ બેવકૂફ છે. સત્ય કોણ કહી શકે ?
આ પ્રમાણે તે જ ધર્મગુરુઓ બોલી શકે કે જેઓ, પરમવીતરાગ અને અનંતજ્ઞાની એવા શ્રી જિનેશ્વરદેવના શાસનની આરાધનામાં જ સ્વપરનું શ્રેય માનતા હોય. જેઓને શાસનની આરાધના કરતાં લોકની આરાધના વધુ શ્રેયસ્કર લાગતી હોય : તેઓની એ તાકાત નથી કે તે સ્પષ્ટપણે શાસનની વફાદારીને છાજતું બોલી શકે. જે ધર્મગુરુઓ શાસનની આરાધનાના ભોગે પણ લોકની આરાધનામાં રાચનારા છે : તે ધર્મગુરુઓ, ધર્મના પાલક કે પ્રચારક નથી પણ ધર્મના ભક્ષક અને નાશક છે. એવા પાપાત્માઓથી, સત્યનું પ્રતિપાદન થઈ શકે તેમ જ નથી. એવા પાપાત્માઓ તો, સત્યને ઢાંકવાના કૂટ પ્રયત્નો ન કરે એ જ તેઓનો ઉપકાર. એ વસ્તુ વિના વિવાદે સિદ્ધ છે કે “શાસનની આરાધનામાં જ
સ્વપરનું શ્રેય માનનારા મહર્ષિઓ જ સત્ય કહી શકે.' લોક વાહવાહમાં મૂંઝાઈ રહેલા અને લોક વાહવાહની ખાતર આત્મહિતની પણ દરકાર નહિ કરનારાઓની તાકાત નથી કે તેઓ સત્યનું નિર્ભીકપણે પ્રતિપાદન કરી શકે.
“આ માનવજન્મ, સંસારની સાધના માટે નથી પણ મોક્ષની જ સાધના માટે છે : એ જ કારણે અનંતજ્ઞાનીઓએ પણ, એની દશ દશ દૃષ્ટાંતોથી દુર્લભતા વર્ણવી છે : આવા ઉત્તમ માનવજન્મને પામીને, અર્થ-કામની આરાધનામાં જ મચી પડવું એ ઉત્તમ જીવનનો કારમો દુરુપયોગ કરવા જેવું છે : આવા ઉત્તમ જીવનમાં, “એક ધર્મ જ ઉપાદેય છે' એમ ન સ્વીકારવું એ બુદ્ધિને બેવફા નીવડવા જેવું છે : આ જીવનની સફળતા માટે, “શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ'આ તત્ત્વત્રથી જ ઉપાસ્ય છે અને “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર' આ રત્નત્રયી જ આરાધ્ય છે.
શ્રી જિનમંદિરો અને ઉપાશ્રયો, સંસારથી બચવા માટે જ નિર્માયેલાં છે : એ સ્થાનોમાં, સંસારસાધક એક વાત પણ થઈ શકે જ નહિ : સદ્દગુરુઓ પાસે સંસારથી છૂટવાની જ માગણી થવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org