________________
1859
-
- ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય - 112 –
–– ૨૪૧
પ્રભુશાસન પામેલાને તો, સંસાર અસાર જ લાગવો જોઈએ જેઓ સંસારને સુંદર કહેનારા છે તેઓ, પ્રભુશાસનને પામેલા જ નથી : પ્રભુશાસનને પામેલાઓ, સંસારમાં એક મુક્તિસાધક ધર્મ જ સારભૂત છે' એમ જ માનનારા હોય : શ્રી વીતરાગ પરમાત્માનું શાસન, જેઓને અસ્થિમજ્જા બન્યું છે તેઓ તો, “શ્રી જિનેશ્વરદેવ અને શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલો ધર્મ એ સિવાયનું સઘળુંય અસત્ય છે એમ જ માનનારા હોય.
પ્રભુધર્મના આરાધકોને અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોનું પૂજન, સદ્ગુરુઓને વંદન, શ્રી જિનવાણીનું શ્રવણ અને સાધર્મીઓના સહવાસ વિના ચેન જ ન પડવું જોઈએ : એવા પુણ્યાત્માઓ સાચી વિદ્યા તરીકે તેને જ ઓળખે કે જે આત્માને પરવસ્તુના પ્રેમથી પર બનાવનારી હોય : પ્રભુશાસનના સંસ્કારથી સુવાસિત બનેલ આત્માઓ, સાચા સ્નેહી કે સંબંધી તરીકે તેને જ માને કે જે પોતાના આત્માની મુક્તિની આરાધનામાં પ્રેરક અને સહાયક બને : અર્થાત્ વાસ્તવિક રીતે પ્રભુધર્મને પામેલો તે જ આત્મા કહેવાય કે જેને સંસાર વધારનારી એક પણ પ્રવૃત્તિ સારી ન લાગે અને મોક્ષ સાધક એકેએક વસ્તુને આરાધવાની ઊર્મિઓ ઊડ્યા કરે.
આ સત્ય બેધડકપણે કહેવાનું જીગર લોકહેરીમાં પડેલા જમાનાવાદી ધર્મગુરુઓમાં હોઈ શકતું જ નથી. લોકહેરીથી પર બની પ્રભુ આગમને જ આધાર તરીકે માનતા ધર્મગુરુઓ જ, એવા એવા સત્યનું સંકોચરહિતપણે પ્રતિપાદન કરી શકે છે. સત્યશ્રવણનો પ્રતાપ :
આવાં સત્યોને પ્રતિદિન સાંભળનારા પુણ્યાત્માઓ, એક મુક્તિના જ ધ્યેયવાળા બને એ નિશ્ચિત છે. એ સત્યશ્રવણના પ્રતાપે, મુક્તિના જ ધ્યેયવાળા બનેલા આત્માઓ માટે અનાચારથી બચવું અને સદાચારમાં રત થવું એ સહેલું છે. પ્રતિદિન પ્રભુશાસનના સત્યનું શ્રવણ કરનારા મનુષ્યો મનુષ્યપણામાં પણ દેવ જેવા બની જાય છે. જેનપણાને નહિ છાજતી આચરણાઓ સત્યશ્રવણના પ્રતાપે સહેલાઈથી અટકી જાય છે. સત્યશ્રવણના પ્રતાપે અભક્ષ્યનું ભક્ષણ, અપયનું પાન, અગમ્યનું ગમન વગેરે સહેલાઈથી અટકી શકે છે. નિરંતર સત્યશ્રવણના પ્રતાપે, પ્રભુપ્રણીત અનુષ્ઠાનો ઉપર અનન્ય રાગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org