________________
૨૪૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૯ --
18%
દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિનું કારણ છેઃ
શ્રી જિનપૂજા આદિ અનુષ્ઠાનો અનન્ય ભાવે અને ઉત્તમોત્તમ સામગ્રીથી આરાધવાં જોઈએ. અનુષ્ઠાનોની આરાધનામાં શક્તિસંપન્ન આત્માઓએ પોતાની શક્તિને કદી જ ગોપવવી નહિ જોઈએ. શ્રી જિનેશ્વરદેવના પૂજનમાં વિહિત કરેલી ચીજો મોંઘી મળતી હોય તો ઓછી વાપરવી એ શક્તિસંપન્ન માટે ઉચિત ન જ ગણાય. પ્રભુભક્તિમાં ખરચાતી લક્ષ્મી સફળ થાય છે એ વાત હૃદયમાં કોતરી રાખવા જેવી છે. ઉત્તમ પ્રકારની પ્રભુભક્તિ એ સર્વની શુદ્ધિનું સુંદરમાં સુંદર સાધન છે. પ્રભુની ભક્તિનો ઠાઠ તો કરવો જ જોઈએ ? કેમ કે આરંભમાં પડેલા આત્માને મૂર્છાથી છૂટવાનું એ પરમ સાધન છે. પ્રભુ તો વીતરાગ છે. એ કંઈ પૂજા માગતા નથી. તમે હીરાનો મુગટ ન પહેરાવો તો પ્રભુની પ્રભુતા ઘટતી નથી : પણ લક્ષ્મીને એવા સ્થાનમાં ખરચવાથી લક્ષ્મીની સફળતા થવા સાથે અનેક આત્માઓ બોધિબીજને પામે છે અને ઇતર પણ “આ દેવની ભક્તિમાં લીન થનારા ભક્તો આવા ઉદાર હોય છે' આવા વિચારથી માર્ગની સન્મુખ થાય છે. વીતરાગના ભક્તોને, વીતરાગની સેવા વીતરાગતાની ઝળક આપે છે. પૂજાની રકાબી કટોરી વગેરે ચળકતાં હોય, વસ્ત્રો સુંદર હોય તો કેવી સુંદર છાપ પડે ! ઉપકરણોમાત્ર શુદ્ધ અને સુંદર તથા શોભાવાળાં જોઈએ. દ્રવ્યશુદ્ધિ પણ ભાવશુદ્ધિનું કારણ છે. પૂજાનો હેતુ અને કર્તવ્ય :
મંદિરમાં આવનાર દીનહીન પણ ઉત્તમ સામગ્રીનાં દર્શનથી વિચારે કે, કેવો પુણ્યવાન કે લક્ષ્મીનો આવો વ્યય કરે છે !' પૂજામાં પણ ભાવના એ જ હોવી જોઈએ કે “પુદ્ગલ ઉપરની મૂર્છા છૂટે અને મુનિપણું આવે તથા પરિણામે આત્માની મુક્તિ થાય.” સાથીઓ કરતાં પણ એ જ કહો છો ને કે “ચાર ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી પણ દુઃખ છે માટે હે નાથ ! એને છેદ.' ધ્યાનમાં રાખજો કે ભગવાન છેદવા નહિ આવે, છેદવાનું તો આપણે, પણ
દવા માટે આલંબન એ તારકનું. એ ચાર ગતિ નિવારવા માટે જ્ઞાનાદિ ત્રણ ચીજની માગણી પણ કરો છો ને ? અને એ ત્રણની માગણી પણ સિદ્ધિ પદે પહોંચવા માટે જ છે ને ? સભાઃ હા જી. તો પછી સમજો કે પ્રભુપૂજાનો હેતુ પણ મુક્તિ જ છે. એ હેતુ ત્યારે જ સરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org