________________
1661
--
- ૧૮ : સાચા ધર્મગુરુનું કર્તવ્ય – 112 –
– ૨૪૩
કે “જ્યારે ચારે ગતિમાંથી એક પણ ગતિમાં જવાનું મન ન થાય, એ ચારે ગતિના પરિભ્રમણથી બચવા ખાતર જ રત્નત્રયીની આરાધના થાય અને એ આરાધના સિવાયનું અન્ય સાધ્ય ન થઈ જાય.' તુંબડામાં કાંકરા તથા કાદવ ભરેલ હોય અને એ સાગરને તળિયે હોય પણ જો એ કાંકરા નીકળી જાય અને કાદવ ધોવાઈ જાય તો એ તુંબડું છેક પાણીની સપાટી પર આવે છે એ રીતે કર્મથી ભારે બનેલો આત્મા કર્મના બોજાથી હલકો થાય તો લોકાગ્રે જાય. તમારે અને મારે હલકા થવાનું છે. માટે જ હું કહું છું કે બંગલા-બગીચાનો ભાર ઓછો કરો. આત્માને તળિયે ડુબાડનારી ક્રિયાઓ બંધ કરો, ઓછી કરો. એવાં શિક્ષણ તથા શાળાઓ તથા વિદ્યા ખસેડવા તનતોડ મહેનત કરો. બંગલા તથા બગીચા ઉપરથી મૂચ્છ ઉતારનાર શિક્ષણ માટે, તથા એવી શાળા માટે સુખેથી પૈસા ખર્ચો, પણ બંગલા તથા બગીચામાં મૂંઝવનારી વિદ્યા માટે ધર્મબુદ્ધિથી એક પાઈ પણ ન અપાય એમ સમજો.
જે વિદ્યાથી આત્મા વિષયકષાયમાં લીન થાય, એમાં પાવરધો બને એવી વિદ્યા માટે માગવા આવે તો પણ કહેવું જોઈએ કે “અસમર્થ છું' એને એવું ન ભણવા સમજાવો અને ન માને તો તમે ન ભળતા. તમને એ પાપમાં ન ભેળવવાનું એને કહી દેજો.
અનુકંપામાં દુઃખીને દુઃખથી બચાવવા માટે દેવાય. દુઃખી માટે જેની તિજોરી ખુલ્લી છે ત્યાં પ્રાયઃ ચોર નથી આવતા, ઊલટું ચોર એના ઘરની ચોકી કરે : કેમ કે એ તિજોરી તો, પોતા માટે કામની છે જ એમ તેઓ માને છે : એથી સમજો કે “પૂજા આદિ અનુષ્ઠાનો મુક્તિ માટે છે અને દેવગુરુની ભક્તિ, સાધર્મિકની સેવા તથા દીનહીનની અનુકંપા આદિ એ અમારું કર્તવ્ય છે.'
આ બધું ત્યારે જ બરાબર સમજાય કે જ્યારે સંસારની દુઃખમયતા સમજાય અને એ જ હેતુથી આ ઉપકારીઓનો એ પ્રયત્ન છે. આગળ શું ફરમાવે છે એ હવે પછી –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org