________________
૧૯ : માર્ગમાં સ્થિર બની માર્ગરક્ષક બનો !
113
• વિષયાસક્તિનો પ્રભાવ :
• માલિક તપે કે ઉઠાવગીર ? એતપવું પણ પરમધર્મ : • જોખમદારી સમજો અને વિચારો : - સાચી સમતાને સમજો : • સમજીને માર્ગમાં સ્થિર થવાની જરૂર : • યોગ્યને દેખાડવા અને દેવા આ ઓઘો છે : ૦ સ્થિરતાના અભાવે દોષોનું સામ્રાજ્ય : ૬ સાધુ કહે તો એક જ કહે ! સંયમમાં જ મજા : • ધર્મલેશ્યાનો નાશ અને એને અટકાવવાનો મળે તો વાપરો એ ધર્મ : ઉપાય :
મેળવવું એ ધર્મ નહિ ; • ધર્મના થતા નાશને અટકાવવાનો ઉપાય : • શાસનની અખંડિતતા અને વિરક્તની માલિકી : વિષયઃ માર્ગમાં સ્થિરતા કેળવવાની - માર્ગની રક્ષા કરવાની આવશ્યકતા
અને એના અધિકારી. મિથ્યાષ્ટિઓ યથાસ્થિત વસ્તુ સ્વરૂપને જાણવા માટે અસંશી જેવા છે. એકેન્દ્રિય વિકલેન્દ્રિયાદિક પણ અસંશી હોવાથી તેવા જ છે. સાચી સમજણ કેળવવા ભાવથી સંજ્ઞી બનવું જોઈએ અને વિચારણા કરી તત્ત્વ-અતત્ત્વનો ભેદ જાણી અતત્ત્વનો ત્યાગ અને તત્ત્વનો સ્વીકાર કરવો જોઈએ. એ માટે સત્યમાં સ્થિરતા કેળવવી પડે. ધર્મલેશ્યાના અસ્તિત્વમાં જ આબાદી છે. બાકી બરબાદી નક્કી જ છે. એ ધર્મલેશ્યાના નાશને રોકવા માટે પર પદાર્થોથી આત્માને અળગો કરવો નિતાંત જરૂરી છે. પર પેસે તો નાશ કરે માટે જ પરના પ્રવેશ પ્રસંગે માલિક જેવા સાધુઓ અને શ્રાવકો કષાયશીલ બને. એ કષાયો પણ કરવા જેવા હોઈ ધર્મરૂપ છે. શ્રી વાલી મહર્ષિ અને રાવણના પ્રસંગથી એ વાત સ્પષ્ટ કરી સમતાના સ્વરૂપને સમજાવ્યું છે. છેવટે સાચું સુખ એક સંયમમાં જ, મળેલું વાપરવું એ ધર્મ, શાસનની અખંડિતતા વગેરે બાબતો પર પ્રકાશ પાથરી પ્રવચન પૂરું કર્યું છે. (સળંગ વ્યાખ્યાન ક્રમ-૮૭૮૮/૮૯ માં પણ તિર્યંચ ગતિ સંબંધી દુઃખોની વાત કરાઈ છે.).
મુવાક્યાતૃd. • “હું શ્રાવક છું' - એમ કહેવું અને ઘર તથા પેઢીમાં રાચવું-માચવું એ કેમ નભે ? • દોષોના સામ્રાજ્યથી બચવું હોય તો વિવેકી બનો અને પ્રભુમાર્ગમાં સ્થિરતાને કેળવો ! • શક્તિ ઉપરાંત તાગડધિન્ના કરનારા, ઉપાધિઓનો ભોગ થાય એમાં આશ્ચર્ય પણ શું ?
ધર્મના થતા નાશને અટકાવવાનો એક જ ઉપાય છે : અને તે એ જ કે “સ્વ-પરનો વિવેક કરી, પરનો પરિત્યાગ કરવો અથવા તો પરથી પર રહેવું.' | ‘ઉત્તમ વસ્તુની રક્ષા માટે હૃદયથી કોઈપણ જાતના દુર્ભાવ વિના તેના નાશક પ્રત્યે બહારથી તપવું એ અધર્મ નથી, એટલું જ નહિ પણ પરમ ધર્મ છે.' છતી શક્તિએ થતા નાશને જુએ તે ધર્મ નથી, અધર્મી નથી અને વિરોધી પણ નથી. પણ એથી પણ ભયંકર છે. • સત્યના નાશ વખતે સજ્જનને આવતી લાલાશ એ ક્રોધ કે આવેશ નથી, પણ શુદ્ધ હૃદયનું
પ્રદર્શન છે. ધર્મરક્ષાના પ્રસંગે છતી શક્તિએ નામના સાચવી રાખવા માટે સમતાના નામે, ક્ષમાના નામે, શાંતિના નામે તસ્થ રહેવાનો ડોળ કરનાર ધર્મદ્રોહી છે. પોતાને ગાળ દેનારો પણ જો સારી ક્રિયા કરે, એની અનુમોદના ન થાય તો સમજવું કે, હૃદય યથાર્થ રીતે ધર્મથી વાસિત થયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org