________________
પળ
– ૪ : પાપી પણ પાવન થઈ શકે – 98
-
૫૧
જુઓ, પૂજા કરનારા ચોરી કરે છે !” માટે ખરાબ કામની જાહેરાત ન હોય. એવી જાહેરાત ન અપાય એ માટે સંઘ ચાંપતા ઉપાય છે. આનો અર્થ અવળો ન કરતા. ગુનેગાર ગુનો કરતાં અટકે, એવી યોજના ન કરવી એવો આ કહેવાનો હેતુ નથી ! ગુનો કરવાના દરવાજા ખુલ્લા રાખવાનું નથી કહેવાતું પણ એમ કહેવાય છે કે એવી યોજના ન કરવી, કે જેથી અનેક આત્માઓ ધર્મથી ખસીને પાપમાર્ગે જાય. એક અનુકરણીય દષ્ટાંત ઃ
સંભળાય છે કે એક શ્રાવક એવી દુઃખી અવસ્થામાં આવી ગયો હતો કે જેનામાં આજીવિકા ચલાવવાની કોઈ પણ જાતની તાકાત રહી ન હતી અને કોઈની પાસે માગવાની એનામાં તાકાત ન હતી. એ કારણે અશુભના ઉદયે એના અંતઃકરણમાં ચોરી જેવું અધમ પાપ કરવાની ઇચ્છા થઈ. પણ “ચોરી એ કારમું પાપ છે અને એ જાહેરમાં આવે તો ધર્મની ઘણી જ લઘુતા થાય' એમ તે સારી રીતે જાણતો, એથી એણે નિશ્ચય કર્યો કે “મારે ચોરી પણ એવાની કરવી કે જેથી એ વાત જાહેરમાં જ ન આવે.' આ વિચારના યોગે એણે પ્રતિક્રમણ કરતી વખતે એક ધર્માત્મા શ્રીમાનનો લાખ રૂપિયાની કિંમતનો હાર લીધો. પેલા શ્રીમાને જોયું કે હાર ગયો, તે છતાં પણ તે બોલ્યો સરખોય નહિ. એ સમજતો કે “બોલવાથી તો ધર્મ નિંદાય અને પડિકમણું કરનારે ચોરી કરી એમ કહેવાય. આ તો લાખ ગયા એટલું જ.” આવી વૃત્તિ કેળવો અને એમાં કેટલો લાભ થાય છે એ તપાસો. શરૂઆતમાં વેઠવું પણ પડે. આમાં ગુનેગારના ગુના છુપાવવાની વાત નથી એ વાત બરાબર ધ્યાનમાં રાખજો. ચોથા આરાની છાયા જોઈએ છે, છઠ્ઠાની નહિ !
ગુનેગારને પણ તેના ગુનાની સજાથી બચાવનાર એના બેય ભવ સુધારી શકે છે, એવી જૈનશાસનની માન્યતા હજી લોક જાણતા નથી. સુવ્રત શેઠ પૌષધમાં હતા. એને ત્યાં આવેલા ચોરો પકડાયા. પણ સવારે સુવ્રત શેઠ એને છોડાવવા ગયા. ચોરને ન છોડાવું ત્યાં સુધી પારણું ન કરું, એવો અભિગ્રહ લીધો અને છોડાવ્યા. સદ્ભાવનાના પરિણામમાં હજી શ્રદ્ધા નથી, એથી જ એવા કાર્યનું રહસ્ય નથી સમજાતું. હમણાં કહેશે કે ચોથા આરાની વાતો કરે છે, પણ હું તો કહું છું કે હું તો ચોથા આરાની વાતો કરવાનો ! જેને છઠ્ઠા આરાની જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org