________________
1699 – ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 – ૨૮૧
સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવસુખ એક.” “સુરનરનાં સુખોને પણ દુઃખ તરીકે માનવાં અને એક શિવસુખને જ વાંછવું.”
સમ્યગ્દષ્ટિ તો વસ્તુ હોય એવી જ માને ત્યારે સુખ છતાં “સુરનર સુખને દુઃખ તરીકે માને.' એમ કેમ કહ્યું? આનું સમાધાન એ છે કે દુનિયાએ સુખ માન્યું છે અને પૌદ્ગલિક દૃષ્ટિએ અમુક સમય માટે એમ છે પણ પરિણામે દુઃખરૂપ અથવા નિયત નહિ હોવાથી વસ્તુત: દુઃખ જ છે. વિષયાધીનોએ એમાં સુખની કારમી કલ્પના કરી છે. રૂપિયો હાથમાં આવે તો દુનિયા કહે છે કે સુHપૂત' – “સુખ થયું.” ત્યારે સમ્યગ્દષ્ટિ કહે છે કે “પધરપૂત - “ઉપાધિ થઈ.' સમ્યગ્દષ્ટિને હીરામાણેક મળે તો એ ગાંડો ન થાય પણ ઉપાધિ માને અને પુણ્યોદય માની સદ્વ્યય કરે ત્યારે દુનિયાદારીનો જીવ ગાંડો બને. રસ્તામાં કોહીનૂર મળે તો દુનિયાદારીનો જીવ ગુપચુપ ખીસામાં મૂકી દે પણ વિવેકી એમ ન કરે. આથી જ જ્ઞાની કહે છે કે “દિશા ફેરવો અને સમજો કે જનતાએ માની લીધેલું સુખ વાસ્તવિક સુખ નથી.” “રાજા' એ વાસના વિના રાજા એક દિવસ પણ ન જીવે. એ જમવા પણ અધ્ધરપગે બેસે, એક હાથમાં તરવાર તો હોય જ; કેમ કે રાજાને દુશ્મન ઘણા હોય.
તમે બજારમાં ફરી શકો છો પણ વાઇસરોય એમ ન ફરી શકે : કારણ કે એને તો બંદોબસ્તપૂર્વક નીકળવું પડે, એને મુસાફરી નક્કી કરવી પડે, પોલીસ તો હાજર જ હોય, એ કયારે ગયો, એની પણ ખબર ન પડે. લાઇનબંધ પચાસ મોટરમાં ગમે તે મોટરમાં એ હોય, પણ હું સત્તાધીશ' એ ભાવનાથી એ જીવે છે. એ જ રીતે તમે પણ સાધનથી જીવતા નથી પણ માન્યતાથી જીવો છો. બંગલા વગેરેમાં આનંદ માન્યો માટે તમે જીવો છો નહિ તો ભયંકર લાગે. તમે એ બધા સુખને આત્માનાં કણ્યાં, જ્ઞાનીની દૃષ્ટિએ એ બંધન છે. આ દશામાં મેળ મળે શી રીતે ? આથી જ હું કહું છું કે “દૃષ્ટિ સુધરે તો જ મેળ મળે.' તપ, એ ભૂખરોગનું ઔષધ છેઃ
દૃષ્ટિ સુધરે તો અન્ય પૌલિક સુખોની દુઃખમયતા સમજાય અને તેની સાથે ભૂખની પણ દુ:ખમયતા સમજાય. ભૂખની દુઃખમયતા સમજાય એટલે રસનાની દુષ્ટતા પણ જરૂર જ સમજાય. ભૂખને સુખ માનનારાઓ, રસનાની મોહિનીમાં અવશ્ય મૂંઝાય. રસમય ભોજનમાં અને નીરસ ભોજનમાં એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org