________________
૨૮૨ –
- આચાશંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૬ –
- 100
મોહમય દશાનું નિરીક્ષણ જરૂર કરી શકાય. તાવ કાઢવા માટે પીવામાં આવતો કરિયાતાનો ઉકાળો કડવો હોય પણ એ ઔષધ છે એમ માનીને પીવાય છે, એ જ રીતે જો ભૂખને રોગ મનાય તો એ ભૂખરૂપી રોગને શમાવવા માટે ભોજન પણ ઔષધની જેમ જ લેવાય. ભૂખરૂપ રોગ જાય એ રીતે ભોજન લેવાવું જોઈએ. આજે તો ભૂખ જતી નથી પણ વધે છે. ઔષધથી તો તાવ જવો જોઈએને ? ભોજન, ઔષધરૂપે નથી લેવાતું પણ શોખરૂપે લેવાય છે એથી એની માત્રા વધતી જ જાય છે એ જ કારણે “આહાર તો વધાર્યો વધે' આ કહેતી પણ છે. જેમ આહાર વધારો એમ ભૂખ પણ વધે ચાર રોટલી ખાનારો આઠ પણ ખાતો થાય. ભૂખ વધે એટલે આરંભ, સમારંભ, પરિગ્રહ બધું આવે. આથી જ શાસ્ત્રકાર પરમષિઓ, ભૂખરૂપી રોગનો નાશ કરવા માટે તપને ઔષધરૂપ ફરમાવે છે. ભૂખ એ રોગ લાગે તો તપ સુંદર થાય. જેઓને, “તપ એ ભૂખરૂપ રોગના નાશ માટે છે' આ નહિ સમજાય તેઓ તપને તારૂપે નહિ કરી શકે. એવાઓ એકાસણું કરવા બેસે તો પણ નક્કી કરીને જ બેસે કે “બે વખતનું જમવું પછી ભલે તે ડબલ ન ખાય પણ ફેર તો જરૂર જ પડે. આથી સ્પષ્ટ છે કે ભૂખ દુઃખ નહિ લાગે ત્યાં સુધી તપ પ્રત્યે તેવો પ્રેમ નહિ થાય. નારકી તથા તિર્યંચનાં દુઃખો તો સહેજે સમજાય પણ તમે મનુષ્ય અને મનુષ્યપણાનાં દુઃખોમાં ટેવાઈ ગયેલા છો. એટલે તમને મનુષ્યગતિનાં દુઃખો સમજાવવાં મહામુશ્કેલ છે. જો ભૂખ એ દુઃખ ન હોત તો જ્ઞાની તપનું વિધાન જ ન કરત. સુખમાંથી છોડાવી દુઃખમાં નાખવાનો જ્ઞાનીનો ઇરાદો નથી હોતો. એ એવા દયાળુ છે કે સુખનાં સાધનો છોડાવી દુઃખનાં સાધનોમાં જોડે જ નહિ. ભૂખરૂપી રોગને મટાડવાનું સાધન તપ ન હોત તો આ જ્ઞાની પુરુષો તપશ્ચર્યાનો ઉપદેશ આપત જ નહિ. બંધનને પોષે એ સુખ કે દુઃખ ?
આ શરીર એ જ જો બંધન છે તો “એને પોષવાનાં સાધન એ સુખ કે દુઃખ?” એ વિચારો. શરીરરૂપ પીંજરુ એ જ બંધનરૂપ છે. એને તો છોડવાના પ્રયત્ન જોઈએ પણ પોષવાના નહિ. મહેમાનની બુદ્ધિથી કોઈને ઘરમાં આવવા દીધો પણ પછી એ દુશ્મન જણાયો તો એને માટે રૂની ગાદી ન પથરાય. એને તો ખૂંચે એવું અપાય છે જેથી સમજે. જવાનું કહે તો પણ જાય તેવો નથી તો ખાવાપીવામાં અને દરેક કાર્યવાહીમાં એની સાથે અતડો વર્તાવ જ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org