________________
171
– ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 –
- ૨૮૩
શરીર એ જ દુઃખ છે તો એને પોષવાનાં સાધનો તો મહાદુઃખ છે. ભોજન એ શરીરને પોષે છે એમાં શંકા નથી. ભોજનમાંથી શરીરને જોઈતા રસ મળ્યા બાદ કચરો વિષ્ટારૂપે નીકળી જાય છે પણ શરીરને પોષે એમાં આત્માને શું લાભ ? નોકર નફો કરી આપે ત્યાં સુધી રખાય છે અને નફાની જગ્યાએ નુકસાન કરતો થાય કે રિટાયર. માલિક જો નોકરને આધીન થાય તો પેઢી ગુમાવે. નોકર પાસે કામ લે, વ્યવસ્થા પૂરતી રાખે પણ માલિક નોકરનો ન થાય. શરીર ટકાવવું પડે છે, એની મારફત કામ લેવાની ઇચ્છા છે માટે, પિંડ નાખવો એ જુદી વાત પણ એને સુખનું સાધન માનીને એના ગુલામ તો ન જ બનવું જોઈએ. ખાવું એ ગુલામી પણ છે અને નિરાનું પણ કારણ છે. પડતા મકાનને થાંભલો મૂકવો એ ટેકો છે પણ સ્થિર મકાનને થાંભલા વધારવા તે જગ્યાનો અભાવ કરવા બરાબર છે. ચાર થાંભલે કામ નભે તો વધારે શા માટે ? પણ ઢીલાશ લાગે, ચાર થાંભલાથી મજબૂતાઈ ઓછી લાગે તો વધારે મુકાય, નહિ તો જગા રોકે, રાત્રે વાગે, આડ કરે એ જ રીતે અહીં પણ સમજવું જોઈએ.
“જરૂર પૂરતું દેવું તે સાધન છે અને પોષવા માટે દેવું એ તો બાધક છે.” આ વાત નિશ્ચિત થવી જોઈએ. મુનિ આહાર લે છતાં સાધક, કેમ કે એ સંયમની પુષ્ટિ તથા શુદ્ધિ માટે આહાર લે છે.
“શરીર એ બંધન છે અને ભૂખ એ રોગ છે.” એમ સમજાય તો બચાય. “ભૂખ એ રોગ છે' એમ નક્કી થાય છે ? ના, તો વિચારો કે “ચોવીસ કલાકે કે અડતાલીસ કલાકે ભૂખ્યો થાય એ સુખી કે કલાકે કલાકે થાય તે સુખી ?' આ વિચારથી ભૂખ એ રોગ છે એમ સમજાશે અને સમજાશે તો બચાશે. એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકાસણું એમ આંતરે વિવેકપૂર્વક ખાનારો આહાર નિહારમાં નહિ જેવો સમય વિતાવે છે અને બાકીનો બધો ટાઇમ એ પોતાનો બનાવી શકે. એના શરીરની સ્કૂર્તિ પણ એવી કે તાજો જ દેખાય. લાલસા મુજબના ખાનારા તો એવા એદી કે સાત વાગે ચા જોઈએ, અગિયાર વાગે રસોઈ જોઈએ, ત્રણ વાગે ચા જોઈએ, પાંચ વાગે રસોઈ જોઈએ અને પછી રાત્રે બાર વાગ્યા સુધી અર્થાત્ જાગે ત્યાં સુધી કંઈ ને કંઈ જોઈએ. આથી સમજો કે આહાર ને નિદ્રા વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે પણ. ઘટાડ્યાં એવાં ઘટે કે ભગવાન શ્રી મહાવીરદેવે સાડાબાર વર્ષમાં અંતર્મુહૂર્ત નિદ્રા લીધી, કહોને આવી ગઈ. એક હજાર વર્ષમાં શ્રી ઋષભદેવસ્વામીની તમામ નિદ્રા ભેગી કરો ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org