________________
૨૮૦ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
–
16ણા
આ જ ભાવના બની રહેવાની અને એથી ઇંદ્રિયો ફાવી જવાની નહિ. તમે જ કહો ને કે નોકરને પગાર કામ માટે અપાય છે કે અમથો જ ? ‘પગાર નોકરના હુકમ મુજબ નહીં, પણ કામ મુજબ હોય છે. આ વાત સમજાવવી પડે તેમ નથી, કારણ કે પગાર કામ માટે છે એ વાત નિશ્ચિત છે. જો પગાર, કામ મુજબ ન હોત તો પગારની ન્યૂનાધિકતા ન હોત. એ જ રીતે શરીરને દેવું પડે તો એટલું દેવું કે જેથી આત્મકલ્યાણની સાધના થાય. માસખમણને પારણે માસખમણ કરતા મહર્ષિઓ, એક મહિનાના ઉપવાસ કરી પારણું શા માટે કરતા ? કહેવું જ પડશે કે “બીજા ત્રીસ દિવસ ઉપવાસ કરવા માટે.” એ પારણું પણ તપ માટે હતું જ્યારે આજે તો ઘણાયે આત્માઓનો તપ પણ પારણા માટે થઈ ગયો છે. ઉપવાસના પારણે આઠ-દશ ચીજ જોઈએ જ, એક ચીજ ઓછી હોય તો ઘોંઘાટ જ મચે. આ દશા કોઈ પણ રીતે પ્રશંસાપાત્ર નથી. શરીરને ભૂખ લાગે તો કહેવું કે “લે, હું આપું તે લે,' પણ “આ જ વસ્તુ જોઈએ” એમ નહિ. “આ જ વસ્તુ જોઈએ એ ગયું એટલે અડધું દુઃખ ગયું સમજો. શરીરને તો કચ્છ પિંડ જોઈએ, પછી એ ગમે તે હોય. આ સ્થિતિ થાય તો ચિંતા, આરંભ, સમારંભ, પાપ એ બધુંયે જાય. આથી એ વાત સ્પષ્ટ છે કે આત્મકલ્યાણની સાધના માટે “દેવું પડે એ વાત જુદી છે' પણ “શરીરને પોષવા માટે દેવું જ જોઈએ.” એ વાત બરાબર નથી. સંસારનું સુખ દુઃખરૂપ જ ઃ
જેને જ્ઞાની દુઃખ કહે છે તેને જ તમે સુખ માનો છો માટે તમારો મેળ જ્ઞાનીઓનાં વચનો સાથે નથી મળતો. જ્ઞાની કહે છે કે “દિશા ફેરવો તો બધું જ સમજાય.' વાત પણ ખરી છે કે “દૃષ્ટિ સુધરે તો જ મેળ મળે.” અર્થકામની પિપાસા ગયા વિના ધર્મ સમજાય પણ શી રીતે ? મળ ગયા વિના ઔષધ અસર કરે પણ શી રીતે ? હજી તો મળ પલળતા જ નથી ત્યાં થાય પણ શું? જગતમાં કલ્પના મુજબ સુખ મનાય છે. ભીલ જ્યારે જંગલમાં સુખ માને છે અને શ્રીમાન બંગલામાં સુખ માને છે ત્યારે શાસ્ત્રકાર એ બેયને દુઃખ કહે છે. બંગલો જાય તો શ્રીમાનની છાતી ફાટે અને ઝૂંપડું જાય તો ભીલની છાતી ફાટે – આમાં કાંઈ ફેર છે ? નહિ જ. એ જ કારણે જ્ઞાની બેયને દુઃખ કહે છે. સમ્યક્તના “સંવેગ નામના બીજા લક્ષણનું સ્વરૂપ જ એ છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org