________________
1897 – – ૨૨ : આહાર અને નિદ્રા પણ રોગ છે - 116 - - ૨૭૯ કોઈ શાસ્ત્ર અમાન્ય' એમ પણ નથી કે ‘પૂરાં માન્ય' તેમ પણ નથી. એટલે અંશે ધર્મને અનુકૂળ હોય તેટલે અંશે માનવાં અને જેટલે અંશે પ્રતિકૂળ હોય તેટલે અંશે ન માનવાં. માતાપિતાની આજ્ઞા પણ ધર્મને પ્રતિકૂળ ન હોય તો માનવી. આ સઘળા ઉપરથી એ સ્પષ્ટ છે કે તે જ માન્ય કે જે ધર્મને બાધક ન હોય.' પેટ. એ પણ પીડા :
દુનિયામાં રોગ અને ઇષ્ટવિયોગાદિ વસ્તુઓ દુઃખકર તરીકે પ્રસિદ્ધ છે પણ ભૂખ એ પણ દુઃખ છે' એ તેવું પ્રસિદ્ધ નથી. આથી દુનિયાએ એ સમજવું જરૂરી છે કે “ભૂખ એ પણ એક જાતનો રોગ જ છે અને દુઃખને ટાળવા આદિ શાસ્ત્રસિદ્ધ હેતુઓ સિવાયના હેતુથી ભોજન એ ભૂખરૂપ રોગને વધારવાનો ઉપાય છે પણ ઘટાડવાનો ઉપાય નથી.” ખરેખર એક પેટ ન હોત તો આ દેખાતી બધી ઉપાધિઓ ન જ હોત. વ્યવહાર પણ કહે છે કે “પેટ કરાવે વેઠ.” આથી ‘પેટ, એ પણ પીડા છે' એમ સમજો. સભા : સાહેબ ! પણ બીજા બધા વળગ્યા છે, એનું શું?
એ પણ એક જાતની મારાપણાની મોટી ભૂખ જ છે ને ? વળગેલાને પણ, શાસ્ત્ર તો છોડવાનું જ કહે છે : પણ એ વાત ઘણી મોટી છે : એટલે હાલ એને બાજુએ રાખો અને સમજો કે “ભૂખ ન હોત તો દુઃખ હતું જ નહિ.” જો કે એ તો શરીર છે ત્યાં સુધી રહેવાની જ છે તો પણ એ રોગરૂપ છે એમ સમજવું જરૂરી છે. “ભૂખથી અનેક જાતનાં દુઃખ છે.” એ જો બરોબર વિચારાય તો તપનું વિધાન તદ્દન વાજબી જ લાગે. તપથી ક્રમે ક્રમે તે સ્થિતિ આવે કે એ ઉપાધિ મટી જાય. તપ એ માનપાન માટે નથી, શરીર સુધારવા માટે નથી પણ અનાદિકાળની ખાવાની ટેવ કાઢવા માટે છે. જો આ વાત સમજાય તો “ક્ષણે ક્ષણે ખાવું પીવું એ તો મહા કુટેવ છે.' - એમ તરત જ સમજાય. દેવું પડે એ વાત જુદી !
એ વાત સમજાઈ ગયા પછી પણ શરીરના યોગે ભૂખ રહેવાની એ વાત ખરી પણ એ એવી રહેવાની કે જે બાધક નહિ થવાની. આપણી મરજી મુજબ રહેલી ભૂખ આપણી પાસે કારની પ્રવૃત્તિ નહિ કરાવી શકે. “ભૂખ એ પણ દુઃખ છે' આ માન્યતાના પ્રતાપે, “શરીર રહે ત્યાં સુધી કલ્યાણકારી કાર્યવાહી સધાય તેટલું જ લેવું - શરીર દ્વારા સ્વપરહિતકર કામ સધાય તેટલા પૂરતું જ લેવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org