________________
પા
- ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 –
લોભી વૈધ અને માની ગુરુ ! સભા : આ પ્રમાણે હોવા છતાં પણ ત્યાગની સામે ઘોઘાટ કેમ ?
ત્યાગની સામે ઘઘાટનું કારણ એક જ છે કે મળેલું પણ છોડવું પડે છે. ઘોંઘાટ કરનારા કહે છે કે “પુણ્યોદયે મળેલી સામગ્રી પણ ભોગવવાની કેમ ના પાડો છો ? અમે ખાઈએ-પીએ એમાં તમારું શું જાય ?' અમે કહેવાનો દાવો કરીએ છીએ કે “આનંદપૂર્વકના એ ભોગવટામાં પાયમાલી છે, એ પાયમાલી ન થાય એ માટે જ કહેવું પડે છે.” શ્રી જિનેશ્વરદેવોની આ દયા છે.
ભૂખ્યાને દેખીને સારી દુનિયાને દયા આવે, પણ – “એ ભૂખ્યો કેમ છે?” એવા વિચારપૂર્વકની દયા સમ્યગ્દષ્ટિને જ આવે છે. તાવ ચડે ત્યારે તાવવાળાની સેવા માટે બધા કુટુંબી આવે, પણ ફરી તાવ ન આવે એવી સેવા થવી જોઈએ. આ શાસ્ત્ર એવી સેવા ફરમાવે છે. “આજે આટલી સામગ્રી પામ્યા છો, ફરી કંગાલ ન થાઓ' - એ ચિંતા ખાસ થવી જોઈએ. પૂર્વે સારું કર્યું માટે મળ્યું, પણ હવે ભૂંડું કરો તો પરિણામ શું? જેના યોગે આ મળ્યું એને જ ભૂલો તો દશા કઈ? ધર્મગુરની તથા ધર્મી માતાપિતાની આ ચિંતા હોવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવે આ ચિંતા ઊભી કરી, માટે જ એ તારક ત્રણ લોકના નાથ થયા. ત્રણ ભુવનના જીવોની આવી ચિંતા કરી માટે જ એ ત્રણ ભુવનના નાથ થયા.
દુનિયાના જીવો સારું ખાય-પીએ એની ઈર્ષ્યા નથી, પણ જ્ઞાનીને દયા આવે છે. દરદીને કુપથ્ય ખાવાનું મન થાય અને ના કહેવા છતાંયે ખાય તો કાંડું પણ પકડવું પડે, એમ કરતાં લાલચુ દરદીને ગુસ્સો આવે એનો ઉપાય નથી. બાળક પોતાના મોંમાં કોલસો કે માટી મૂકે ત્યારે માતા શું કરે ? એને ગમે છે માટે ખાવા દે? નહિ જ, ખાવા ન દે, એટલું જ નહિ પણ ખાધેલું કઢાવે; એમ કરતાં બાળક રુએ અને કોઈ ઠપકો આપે તો મા કહે કે “તમે ન સમજ. એ મરે તો મારો દીકરો જાય.” માતાપિતા, કે જે શરીરના પૂજારી છે, તે પણ બાળકને નુકસાનકારક વસ્તુથી બચાવે તો જ્ઞાની કે જેમની ફરજ આત્મરક્ષાની છે, તે કુપથ્થમાં લીન કેમ જ થવા દે? જે આત્માના આરોગ્યને બગાડનાર કુપથ્યની પ્રશંસા કરે, અનુમોદના કરે, એના જેવો ધર્મદ્રોહી અન્ય કોઈ જ નથી.
બાળક તો વિશ્વાસે દૂધ પીએ, પણ જે માતા ઝેર આપે એ કેવી ? વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરુ અર્થકામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org