________________
૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય :
ત્યાગ કરવા છતાં ઇરાદો તો ત્યાજ્યને મેળવવાનો છે ને ?
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, ફરમાવેલા આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદ્દેશાના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે
“આ બીજું સૂત્ર સૂત્રકાર મહર્ષિએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે ફ૨માવ્યું છે.”
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ રૂપમાં પ્રતીત થાય છે કે નિર્વેદ અને વૈરાગ્ય વિના સ્વજનાદિકનું ધૂનન એ અશક્ય છે. શ્રી જિનેશ્વરદેવના ધર્મ પ્રત્યે રુચિ થવા માટે પણ સામાન્ય રીતના નિર્વેદ અને વૈરાગ્યની આવશ્યકતા છે. અવિવેકરૂપ અંધતા ગયા વિના મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડવાનું મટી શકતું નથી. મિથ્યાત્વરૂપ અંધકારમાં આથડતા આત્માઓને શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે રુચિ ન જાગે એ સહજ છે. ચાહે શુભોદય હોય કે અશુભોદય હોય, પણ એમાંની એક પણ ચીજ આત્માની નથી, એ સમજાય તો સંસારના પદાર્થો ઉપરની રુચિ ઘટે અને તો જ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં પ્રવેશે : માટે ધર્મોપદેશકે સૌથી પહેલાં સંસારનું મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી ડગલે ને પગલે વાંધા આવવાના. એવી દશામાં ત્યાજ્યને તજવું જોઈએ અને તજીએ એને ઇચ્છવું ન જોઈએ, એ વસ્તુ બનવી મુશ્કેલ છે. લક્ષ્મીનું દાન દેનારો લક્ષ્મી માટે દાન દે ? પાંચસો માટે પાંચનું દાન દે ? નહિ, છતાં પણ એ તો આજે ચાલુ જ છે. એવી જ રીતે શીલ, તપ અને ભાવમાં પણ સાંસારિક ધ્યેયનું જ પોષણ ચાલી રહ્યું છે : એટલે કે ત્યાજ્યને મેળવવાના જ ઇરાદે મોટે ભાગે ધર્મપ્રવૃત્તિ ચાલી રહી છે. આનાથી બચવા માટે દાનાદિકનું વિધાન શ્રી જિનેશ્વરદેવનું શાસન શા માટે કરે છે, એ ખાસ જાણવાની જરૂર છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દાનાદિકનું વિધાન એક સંસારથી મુક્તિ મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. એ ચારેમાં સંસારના ત્યાગ સિવાય અન્ય કોઈ વસ્તુ જ નથી. સંસારનો ત્યાગ, એ જ એ ચારેનું ધ્યેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org