________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૬
કોણ ? સંસારાસક્ત આત્માઓને રુચે એવું જ ન અપાય. વ્યવહારમાં પણ કહેવાય છે કે માંદાની રુચિ પ્રમાણે કુપથ્ય ન જ અપાય અને આપે એ વૈરી છે પણ સ્નેહી નથી; માંદા માગે તેવી નુકસાનકારક છૂટ આપે એ વૈદ્ય નથી પણ લોભિયા છે. લોભિયા વૈદ્ય એવી છૂટ આપે કે દરદી ઊઠવા જોગો થાય જ નહિ; એ જ રીતે પોતાનાં માનપાન જાળવી રાખવા તથા વધારવા માટે અને પોતાના બનાવી રાખવા માટે સત્ય નહિ કહેતાં, નુકસાનકારક રુચતું કહેનારા ધર્મગુરુઓ પણ લોભિયા વૈદ્ય જેવા જ છે, એમ સમજવું જોઈએ.
૪
ધર્મના યોગે મળે બધું. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તે સંસારના પદાર્થો પણ આપે. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે ધર્મ અર્થાર્થીને અર્થ, કામાર્થીને કામ, રાજ્યાર્થીને રાજ્ય, પુત્રાર્થીને પુત્ર અને મોક્ષાર્થીને મોક્ષ આપે છે. એ તો માગે તે આપે. ચિંતામણિમાં ગુણ છે કે રાજ્ય માગો તો રાજ્ય આપે અને ધોલ માગો તો ધોલ પણ આપે. ચિંતામણી પાસે ગાલ કુટાવે કે મૂઠી આટો માગે એ કેવો ? કહેવું જ પડશે કે મૂર્ખ ! એવી જ રીતે ધર્મ પણ આપે બધુંયે ! રાજા, મહારાજા અને ચક્રવર્તી બન્ને, એ બધા ધર્મના જ પ્રતાપે, પણ ધર્મની પાસે દુનિયાના પદાર્થો માગવા જેવા જ છે એમ માનીને માગે, એ પણ મૂર્ખા જ છે.
ઉપદેશકનું કર્તવ્ય :
સભા ઃ તો એવા મૂર્ખાઓને ઉપદેશ શું કામ ?
:
1422
નાદાન બાળક સુખી કેમ થાય, એ માતાની ભાવના છે. ચંદનનો ગુણ છે કે એને ઘસ, કાપે, બાળે, તો પણ સુગંધ દે, તેમ માતાનું હૈયું જ એવું છે કે લાત મારનારા દીકરાનું પણ ભલું ચાહે. નઠોર દીકરાને માના હૈયાનું ભાન ન હોય, એ કા૨ણે કાંઈ માથી નઠોર ઓછું જ બનાય ? અપકારી ગમે તેમ કરી લે, પણ ઉપકારી તો ઉપકારનાં જ છાંટણાં છાંટે. છોરું કછોરું થાય, પણ માવતરથી કમાવતર ન જ થવાય. છોકરો છોકરાપણું ગુમાવે, પણ મા માપણું ન જ ગુમાવે. માતાપણું નહિ ગુમાવનારી માતા પાસે છોકરો ન સુધરે, તો પણ કહેવાની બારી રહે છે કે મેં તો ઠેઠ સુધી સુધારવાના પ્રયત્ન કર્યા હતા, એટલે મારું માતાપણું કાયમ જ છે. એ જ રીતે ધર્મના દુશ્મન ભલે ગમે તેમ વર્તે, તો પણ ફરજ બજાવનાર ધર્મગુરુ પાસે બારી છે કે અમે તો ઠેઠ સુધી ચેતવ્યા હતા કે આ વર્તનથી રખડી મરશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org