________________
1423
– ૧ : ધર્મોપદેશકનું પરમ કર્તવ્ય - 95 –
–
૫
સરકારનો રોનીઓ ફરે તે “જાગજો, જાગજોની બૂમ મારે જ. કોઈ ન જાગે અને કોઈનું જાય તો એમાં એનો વાંક ન નીકળે, પણ એ બૂમ ન મારે તો તો ગુનેગાર જ ગણાય. એવી જ રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગની નિદ્રામાં પડેલા યોગ્ય આત્માને વિધિ મુજબ જગાડવાનું અને જગાડીને વિધિ મુજબ આવે તો સાથે લઈ જવાનું પણ અમારું કામ છે. ન આવે, રખડે, ગબડે, એ જવાબદારી એને શિરે, પણ અમે ફરજ ન બજાવીએ, મિથ્યાત્વ ચાલવા દઈએ, અવિરતિની પ્રશંસા કરીએ, પ્રમાદને પોષીએ, કષાય તથા અશુભ યોગોનાં પણ વખાણ કરીએ, તો તો અમે ભયંકર ગુનેગાર છીએ. નિમકહરામીનો ચાંદ અમને અવશ્ય મળે ! માટે જ આ વાત કર્યા કરીએ છીએ.
લૂંટારા તો મુનીમને કહે કે અડધું તારું પણ માલ બતાવ, પણ ડાહ્યો મુનીમ કેમ જ બતાવે ? કારણ કે તરતમાં અડધું મળે પણ પછી શી દશા ? આ રીતે પરિણામને સમજનારો ડાહ્યો મુનીમ જેમ લૂંટારાની સલાહ ન માને તેમ સંસારમાં ફસેલા વિષયના કીડાઓની સલાહ માની સાધુ પણ પોતાની ફરજ ન જ ચૂકે.
ધર્મના અથઓએ તો વાહ વાહ ખાતર માર્ગથી સરી પડતા સાધુને કહેવું જોઈએ - “હે ભગવન્! અમે તો ફસેલા છીએ અને સંસારના સંગી છીએ, માટે આપ પણ જો અમારી વાત માનશો તો થઈ રહ્યું ! પછી અમારું મોં કઈ તરફ ? ઊંટનું મોં મારવાડ તરફ. અમને વાતવાતમાં અર્થ અને કામ યાદ આવે, માટે અમારો વિશ્વાસ ન કરશો.”
શાસ્ત્ર પણ ફરમાવ્યું છે કે ધર્મકારણને મૂકી સાધુએ ગૃહસ્થનો પરિચય ન કરવો જોઈએ. મુનિ પડતા હોય એને ઝીલવાનું કામ તમારું છે, પણ પાડવાનું નથી. તમે પણ ગુરુ પાસે એવી પ્રાર્થના કરો કે સાધુને સાધુપણું લક્ષ્યમાં રહે. સાધુની ફરજ છે કે ઉપસ્થિત થયેલા અર્થીને પરલોક ન ભુલાય એવો ઉપદેશ દેવો. શાસ્ત્ર તમને સાધુનાં માબાપ કહ્યાં છે, પણ રોજ સવારે તમારે સાધુને પૂછવાનું શું ? “સુખ સંયમયાત્રા નિર્વહો છો જી !” અર્થાત્ “સંયમમાં વિપ્ન તો નથી ને !” આથી સ્પષ્ટ છે કે સંયમનાં સાધનો પૂરાં પાડવાની શ્રાવકની ફરજ છે. આ જ દૃષ્ટિએ તમે સાધુનાં માબાપ છો, પણ પોતાના જેવા બનાવવા માટે નથી. તમે ઓછો ધર્મ કરો અને સાધુ વધુ ધર્મ કરે, પણ તમારી ભાવના તો વધુ ધર્મ કરવાની જ હોવી જોઈએ ને ? તમે અણુવ્રતી અને સાધુ મહાવતી, પરંતુ તમારી પણ ભાવના તો મહાવ્રતી થવાની જ ને ? તમે સાધુનાં માબાપ, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org