________________
આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ૬ .
પ્રાસ્તાવિકમ્
શ્રી આચારાંગ ટીકા, ઉપમિતિ અને યોગશાસ્ત્રના આધારે ચારે ગતિઓમાં કેવાં કેવાં દારુણ દુઃખોની હારમાળા છે. એનું ખૂબ જ નિર્વેદજનક વર્ણન પાંચમા ભાગના પ્રવચનોમાં કર્યા બાદ આ છઠ્ઠા ભાગના પ્રવચનોમાં એ દુર્ગતિનાં દુઃખોના મૂળ કારણ સ્વરૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ-કષાય અને અજ્ઞાનાદિના સ્વરૂપની ખૂબ જ વિગતથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
મૂળના “સંતિ પUTI ગંધા તતિ વિયાફિયા' એ બીજા સૂત્રના આધારે વિવેચના આગળ વધી છે. ભાવાંધતાને કારણે ભાવઅંધકારમાં જીવો સબડી દુઃખી થઈ રહ્યા છે, એ જીવોને એ દુઃખોથી ઉગારી લેવા માટે ભવનિર્વેદ પેદા થાય એ જ આશયથી કરુણાસભર હૃદયે જ્ઞાનીઓએ આ વાતો રજૂ કરી છે.
સંસારી જીવો પ્રાયઃ મિથ્યાત્વાદિ વશ હોઈ ભાવાંધ છે અને તેથી જ ભાવાંધકારમાં સબડે છે; જ્યારે વીતરાગનો સાચો સાધુ દેખતો હોઈ ભાવોદ્યોતમાં મહાલી અત્યંત સુખી છે, એમ જણાવી નારકી, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચો અને મનુષ્યગતિનાં જીવોના દુઃખોનું ફરીથી ટૂંક છતાં રોચક વર્ણન કરી ધર્મોપદેશકની મર્યાદા અને કર્તવ્ય, આગમની પ્રતિબદ્ધતા, જિનાજ્ઞાનું શરણ, આત્મોન્નતિનો માર્ગ, સત્યની સુરક્ષા માટેનું પ્રણિધાન, ધર્મગુરુનું કર્તવ્ય, માર્ગની સુરક્ષા અંગે જાગરુકતા જેવા અનેક વિષયો ઉપર સંવાદી ચર્ચા કરી છે.
સંસારમાં ક્યાંય સુખ નથી જ, એ વાત અનેક દલીલોપૂર્વક શ્રોતાઓના ગળે ઉતારી યુવાવસ્થા કેવી ઉન્માદભરી અવસ્થા છે ? અને એમાંય સ્વતંત્રવાદનું ભૂત વળગી જાય તો કેવી દશા સર્જાય તેનું સૌને અનુભવમાં આવતું ચિત્ર રજૂ કરી અંતિમ પ્રવચનમાં દુનિયા જેને સુખ માને તે આહાર અને નિંદ્રા પણ રોગરૂપ હોઈ દુઃખરૂપ જ કઈ રીતે છે ? તેની અપૂર્વ ચર્ચા કરી ભાગ સમાપ્ત કર્યો છે.
આ વિભાગમાં સળંગ પ્રવચન ક્રમાંક-૯૫ થી ૧૧૯ એમ કુલ-૨૨ પ્રવચનો લેવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org