________________
૧૬
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -
14%
છો. બાપની મૂડી બેંકમાં શું કામ મૂકો છો ? બેંક તૂટે તો ? તૂટવાનો સંભવ છતાં પણ બાર વરસે બમણા થવા માટે મૂકો છો ને? શું વર્તમાનની એ આપત્તિ નથી ? છે જ; વળી વીમા ઉતરાવી લવાજમ ભરો છો તે શા માટે ? સંતાન આદિના સુખને માટે ને ? સંતાન ભાગ્યહીન હોય તો પાઈ પણ ન પામે એમ પણ થાય, એ વાત જુદી, પણ ત્યાં માન્યતા કઈ ? કહેવું જ પડશે કે એ જ! એ રીતે ભવિષ્યના ભલા ખાતર વર્તમાન વસ્તુ ગુમાવવામાં હરકત નથી લાગતી ને ? જો હા, તો કહો કે ભવિષ્યના હિતની દરકાર વગર વિષયસુખમાં લીન થવું, એ મધથી લેપેલી અણીદાર તલવાર ચાટવા જેવું છે કે બીજું કંઈ છે? ભવિષ્યની દરકાર વિના એ તલવાર ચાટે અને ચાટવું વાજબી કહે, એ ડાહ્યો કે મુર્મો ? વિષય ભોગવે અને વાજબી કહે તો સમ્યકત્વ ક્યાં રહે ? વિષય ભોગવતાં છતાં પામરતા કબૂલે ત્યાં સુધી તો ઠીક, પણ સેવવા જોઈએ એમ કહે ત્યાં શું થાય ? આત્મા એ ભાવુક દ્રવ્ય છે ! - ફલાણા વિષય કેમ સેવે, એની કાળજી સમ્યગ્દષ્ટિ રાખે કે એનાથી કેમ છૂટે એની કાળજી રાખે ? વિષયમાં પડેલા પણ સમ્યગ્દષ્ટિ હોય, તે ઇતર વિષયથી બચે એમાં સહાયક થાય કે ઇતરને વિષયમાં હોમવામાં સહાયક થાય? કોઈ વિષયને તજવા તૈયાર થાય ત્યારે “તમે વિષયો અનુભવ્યા છે કે નહિ ?' - એમ સમ્યગ્દષ્ટિ પૂછે ? અગ્નિની આગળ મીણનો ગોળો મૂકવો, એ મીણના ગોળાનો નાશ કરવા જેવું છે. આજના કહેવાતા સુધારકો અને પોતાને સમ્યગ્દષ્ટિઓ તરીકે ઓળખાવનારાઓ મીણના ગોળાને ગોળા તરીકે રાખવા માટે અગ્નિ આગળ મૂકી આવે એવા છે. મીણનો ગોળો ગમે તેવો મજબૂત, પણ અગ્નિ આગળ તો ઢીલો જ. શાસ્ત્ર આત્માને ભાવુક દ્રવ્ય કહ્યું છે. વજાદિક કેટલાંક દ્રવ્ય અભાવુક છે, જેમાં કાણું ન પડે, પરિવર્તન ન થાય, પણ આત્મા એ તો ભાવુક દ્રવ્ય છે. પરીક્ષા થાય, પણ કઈ રીતે ?
શ્રી તીર્થંકરદેવ જેવા પણ નિયમા ઘર તજે ત્યારે કેવલજ્ઞાન થાય. એમના જેવાને ઘર તજવું પડે, અટવીઓ લંઘવી પડે, ઉપસર્ગ સહેવા પડે, તપ કરવા પડે ત્યારે કેવલજ્ઞાન થાય અને તમને-અમને એમને એમ જ થાય એમ ?
જ્ઞાની કહે છે કે કોઈ અપવાદને બાદ કરીએ તો સંયોગને આધીન થયા વગર આત્મા પ્રાય રહે નહિ. માટે યાદ રાખો કે અંકુશ વગર કોઈને ન ચાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org