________________
135 – ૨ : અવિવેકનું સામ્રાજ્ય અને સુધારકોની અંધશ્રદ્ધા - 96 –
૧૭
મુનિઓ માટે પણ કેટલા અંકુશ છે ? શ્રી વીતરાગ જેવા ચારિત્રવાળાને પણ પડતાં વાર ન લાગે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના ઘરમાં ન જ મુકાય. વિરાગીને એક સેકંડ પણ વિષયમાં રહેવાની સલાહ સમ્યગ્દષ્ટિ આત્મા ન આપે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના સંયોગમાં એક સેકંડ પણ રહેવાનું કહેવું, એને સમ્યગ્દષ્ટિ ઇષ્ટ ન માને, તો પછી સમ્યગ્દષ્ટિઓના સમુદાયનો એવો કાયદો તો કેમ જ હોય ? અને એવો કાયદો થાય ત્યાં સમ્યક્ત કેમ રહે? ઘણાઓ કહે છે કે “આટલામાં શું ?” હું કહું છું કે કૂવાના કિનારેથી જરા પગ ખસે તો શું થાય ? આથી વિરાગીની પરીક્ષાનો નિષેધ નથી, એની પરીક્ષા જરૂર થાય, પણ સુસંયોગમાં રાખીને ! એવા સારા સંયોગમાં જોડીને થાય ! એની ભાવના ચડે એવી કાળજી રાખવી જોઈએ પણ એને વિષયના સંસર્ગમાં મૂકવાની ભાવના તો ન જ હોવી જોઈએ. છતી સાહાબીએ ત્યાગી કેમ ?
સમ્યગ્દષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઈએ. એમાં ખોટી શરમ અને ખોટી મર્યાદા રાખવી એ મિથ્યાષ્ટિપણું છે. જાણે ખરો અને અવસરે પણ કહે નહિ એ જાણપણું મોહના ઘરનું છે. શાસ્ત્ર કહ્યું કે મિથ્યાષ્ટિનો સુંદર પરિણામ પણ અસુંદર છે અને મિથ્યાષ્ટિની ક્ષમા, શાંતિ તથા સમતા એ પણ મોહની મૂર્છા છે. સમ્યગ્દષ્ટિ છે કે જે વર્તમાન સમયના તુચ્છ સુખની ખાતર ભવિષ્યનું હિત બગાડવા ન ઇચ્છે. છતી સાહ્યબીએ દીક્ષા લેવી એટલે વિદ્યમાન ગાડીધોડા અને પાટહવેલી છોડીને ભિક્ષા માગવા નીકળવાનું છે, વસ્તી પણ માગી મળે, કોઈ આપે તો રહેવાય અને ન આપે તો ન રહેવાય. છ ખંડના માલિકો છ ખંડની સાહ્યબી છોડી એકલા કેમ નીકળી પડતા ! એ ડાહ્યા કે વર્તમાન સુખને વળગી રહેલા ડાહ્યા? શ્રી જિનેશ્વરદેવો છતી સામગ્રીએ ત્યાગી કેમ બન્યા એ હેતુ તો તપાસો ! રોગ થવાથી શ્રી સનતકુમાર ચાલી કેમ નીકળ્યા ? રોગની સેવા તો સંસારમાં સારી થાત પણ શ્રી સનતકુમારે વિચાર્યું કે ભલે થોડો વખત વ્યાધિ ભોગવવી પડે, પણ ભવિષ્યના રોગને મટાડવા માટે આ જ જરૂરી છે. પ્રભુશાસન કોને માટે છે ?
વર્તમાન વિષયસુખને વળગેલા છતાં જે એને સારું નથી કહેતા અને નથી માનતા તેને પ્રભુશાસનમાં સ્થાન છે પણ જેઓ એને સારું કહે છે તેને પ્રભુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org